Women's Day Special 2025: બાળકોના કુપોષણની બિમારી સામે લડત લડનાર અર્પિતા શાહ કોણ છે?વાંચો તેમની વિશેષ કામગીરી
રાજ્યમાં કુપોષણનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે, વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં સરકારે સ્વીકાર્યું હતું કે, રાજ્યનાં 5.40 લાખ બાળકો કુપોષિત બાળકો છે. આ કુપોષિત બાળકો પાછળ સરકારે છેલ્લા બે વર્ષમાં 509 કરોડનો ખર્ચ કર્યો છે. છતા આ કુપોષણનો દર ઘટવાને બદલે વધી રહ્યો છે.
સરકાર કુપોષણ ઘટાવાની પાછળ આટલી મહેનત કરી રહી છે, ત્યારે હવે કુપોષણની સામે લડાઈ લડવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ મેદાનમાં આવી છે. કુપોષણ સામે લડાઈ લડતી આવી જ એક સંસ્થાએ એટલે સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન.
અમદાવાદથી કાર્યરત સૂર્યા શોભા વંદના ફાઉન્ડેશન અમદાવાદ જિલ્લામાં કુપોષિત બાળકો માટે કામ કરી રહી છે. આ સંસ્થાનું સંચાલન અર્પિતાબહેન દ્વારા થાય છે અને કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે અર્પિતાબહેને નીમ લીધી છે.
અત્યારે આ કુપોષિણ અંગે વાત કરતા અર્પિતાબહેન જણાવે છે કે,ગુજરાતમાં અંદાજે 5,00,000 બાળકો અને અમદાવાદમાં 56,000 બાળકો કુપોષણથી પીડાય છે. કારણ કે તેમને જરૂરી પોષણ સાથેનું ભોજન નથી મળતું.
અર્પિતાબેનની સંસ્થા ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં શિબિરનું આયોજન કરે છે, અને આ શિબિર દરમિયાન બાળકોની સાથે સાથે તેમના માતા પિતાને કુપોષણ અંગે જાગૃત કરવામાં આવે છે.
આ સંસ્થા બાળકોને યોગ્ય પોષણ અંગે માર્ગદર્શન આપે છે. SSV ફાઉન્ડેશન અંતર્ગત અર્પિતાબહેન 200થી વધુ બાળકોને દત્તક લઈ ચૂક્યા છે, જેમના ભોજનની બધી જ જવાબદારી સંસ્થા ઉપાડે છે.

અત્યાર સુધીમાં 360થી વધુ બાળકોને તેમની સંસ્થા કુપોષણમાંથી બહાર કાઢી ચૂકી છે. આ સંસ્થા બાળકોને પોષણ કીટ મોકલાવે છે, સાથે જ સમયાંતરે તેમની સાથે મુલાકાત કરીને તેમના આરોગ્ય વિશે ધ્યાન પણ રાખે છે. આ સંસ્થા માત્ર માહિતી અને દવા જ નથી આપતી, પરંતુ બાળકનો વિકાસ થાય, ત્યાં સુધી તેની સંભાળ રાખે છે.
અમદાવાદની જુદી જુદી જેમ કેે, વાસણા, વેજલપુર, વાડજ, ગણેશનગર, સાબરમતી સહિતની વસાહતોમાં SSV ફાઉન્ડેશનના સભ્યો જઈને કુપોષણ અંગે જાગૃતિ ફેલાવે છે. શરદીથી લઈને ઉધરસ પણ કુપોષણના લક્ષણો છે, તેની માહિતી પહોંચાડે છે.
અર્પિતા બહેન કહે છે કે,'કુપોષણને લીધે બાળકોને કેન્સર કે ટીબી જેવી ગંભીર બીમારી થઈ શકે છે, સાથે જ બાળકના માનસિક આરોગ્ય પર પણ અસર પહોંચી શકે છે.' એટલે દેશના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે SSV ફાઉન્ડેશન મહત્વનું યોગદાન આપી રહી છે.
અર્પિતાબહેન કુપોષણ સામે ચાલી રહેલા અભિયાનમાં જણાવે છે કે, તેમના આ અભિયાનમાં 6 સ્ટેપ છે, આ 6 સ્ટેપમાં કુપોષિત બાળકોને શોધવાથી લઈને કુપોષિત બાળક સુપોષિત થાય ત્યાં સુધી બાળક પર ધ્યાન આપવામાં આવે છે.
તેમની સંસ્થા એક પાછળ આશરે 12 હજારથી વધુનો ખર્ચ પણ કરે છે. હાલ તેમની સંસ્થા આશરે 14 હજારથી વધુ માતાઓને કુપોષણ અંગે જાણકારી આપી ચૂક્યા છે.
અમદાવાદ જિલ્લામાં હાલ સૌથી વધુ કુપોષિત બાળકો હોવાથી તેઓ હાલ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ કામ કરી રહ્યા છે, તેઓ દ્વારા ચલાવાતા કુપોષણ સામેના વાત્સલ્ય પ્રોજેક્ટમાં ખર્ચ પણ પુષ્કળ થાય છે અને વધુ ખર્ચને કારણે તેઓ અમદાવાદના ક્ષેત્રની મર્યાદાને ઓળંગી શકતા નથી.
અર્પિતાબહેન જણાવે છે કે, તેમના ફાઉન્ડેશનને પૂરતા પ્રમાણમાં ફંડ મળી રહે તો તેઓ ગુજરાતના તમામ ક્ષેત્રના બાળકોને કુપોષણમાંથી સુપોષણ તરફ લઈ જઈ શકે છે. હાલ મર્યાદીત ફંડને કારણે તેઓ તેમની કામગીરીને વધારી શકતા નથી.
તેમની પાસે કુપોષણ સામે લડવા માટે તમામ અભ્યાસ છે, તેમણે અમદાવાદ જિલ્લાના અનેક બાળકોને તેમના અભ્યાસ થકી કુપોષણ મુક્ત કર્યા છે, જો કે, જો તેમને પુરતા પ્રમાણમાં ફંડ મળી રહે તો તેઓ વધુ બાળકોને કુપોષણ મુક્ત કરી શકે છે.
સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓ તથા અનુદાતાઓ ડોનેશન અંગે તેમની વેબસાઈટ https://ssvindia.org પરથી વધુ માહિતી મેળવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
