For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

It's Megic: મોદીના એક આઇડિયાએ લખી વિકાસની નવી ગાથા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi
ગાંધીનગર, 20 માર્ચ: અમદાવાદે ગત વર્ષોમાં ખુબ વિકાસ કર્યો છે. ભલે તે ઔદ્યોગિક વિકાસ હોય કે શહેરીકરણ કે પછી ઇંફ્રાસ્ટ્રક્ચર. સામાન્ય રીતે ઔદ્યોગિકરણની કિંમત પ્રદુષણના રૂપમાં ચુકવવી પડે છે પરંતુ અમદાવાદની ઇન્ડસ્ટ્રી જે પ્રમાણે કુશળતાથી તેનો મુકાબલો કરી રહી છે તે બીજા શહેરો માટે ઉદાહરણરૂપ છે.

અમદાવાદ કેમિકલ અને ડાઇઝ મેન્યુફેક્ચરિંગનું હબ છે. આ ઇન્ડસ્ટ્રી પર્યાવરણ માટે મોટો ખતરો ગણવામાં આવે છે. પરંતુ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેંટ ઇસ્ટેટના ઉદ્યોગપતિઓએ આ ખતરા સામે મુકાબલો કરવા માટે ખૂબ તૈયારો કરી છે. નરોડા, વટવા, ચાંગોદર, ઓઢવ, નારોલ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં મોટાપાયે ગ્રીન પ્લાન્ટ બનાવવામાં આવ્યાં છે. આ સ્થળોએ પ્રદુષિત પાણીને સ્વચ્છ કરવા માટે મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું છે.

પ્રદુષણ રોકવા માટે ઇન્ડસ્ટ્રીના ઇમાનદાર પ્રયત્નનું પરિણામ છે કે ગત થોડા વર્ષો પહેલાં અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારમાં 90 ટકા સુધી પ્રદુષણ ઓછું થયું છે. પરંતુ આજથી 10 વર્ષ પહેલાં અમદાવાદની તસ્વીર કંઇક અલગ હતી. ભૂરેલાલ કમીટીએ અમદાવાદને દેશનું સૌથી પ્રદુષિત શહેર કહ્યું હતું. પરંતુ ઇન્ડસ્ટ્રીએ અમદાવાદની આ છબિને સુધારી અને સાબિત કરી દિધું ક સરકારની મદદ વિના પણ પોતાના દમ પર મોટા કામ કરી શકાય છે.

પ્રદુષણની સાથે સાથે ઉદ્યોગપતિઓએ એક લડાઇ લડવાની હતી. ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતી ખુબ ખરાબ હતી. ઉદ્યોગપતિઓ ત્યાં સુધી કહે છે કે રસ્તાઓની સ્થિતી એટલી ખરાબ હતી કે તેમને વિદેશી કંપનીઓને પોતાની મેન્યુફેક્ચર યુનિટ બતાવવામાં પણ શરમ આવતી હતી પરંતુ ગત બે વર્ષોમાં આ દિશામાં ખુબ મોટાપાયે કામ થયું. ઇન્ડસ્ટ્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળીને ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટના રસ્તા બનાવી વિકાસની નવી ગાથા લખી. આજે સુધરેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પરિણામ છે કે બધા ઔદ્યોગિક વિસ્તારોમાં બિઝનેસ 20 ટકાના ગ્રોથ સાથે વધી રહ્યો છે. એમાં કોઇ શક નથી કે અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અને તેથી રોકાણકારોને આકર્ષવા માટે વધારે મહેનત કરવી પડતી નથી.

English summary
World Class Infrastructure in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X