મોદી વિરોધી નિવેદન પર શોટગન શત્રુઘ્નનો યુટર્ન

શત્રુઘ્ન સિન્હાએ મંગળવારે પોતાના દ્વારા કરવામાં આવેલા નિવેદન પર ગુરુવારે સ્પષ્ટતા આપતા કહ્યું કે, મે માત્ર એટલું કહ્યું હતું કે, ભાજપ સંસદીય બોર્ડના નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કરે છે તો તેમને પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સુષમા સ્વરાજ, જસવંત સિંહ અને યશવંત સિન્હા સહિત અન્યનું માર્ગદર્શન અને આશિર્વાદ પ્રાપ્ત હોવા જોઇએ. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, હું મારી વાત પર અડગ છું કારણ કે મે પાર્ટીનું અનુશાસન તોડ્યું નથી.
નોંધનીય છે કે મંગળવારે એક સમાચાર ચેનલ પર વાતચીત દરમિયાન સિન્હાએ પીએમ પદના ઉમેદવારને લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે ચાય કી પ્યાલી અને હોંઠો કે બીચ અભી ફાસલા હે, મોદી કે લીએ દિલ્હી અભી દૂર હે. પીએમ પદ અંગે સંસદીય બોર્ડ નિર્ણય લેશે.
તેમણે તાજેતરમાં રચવામા ંઆવેલી ચૂંટણી કમિટિને લોલીપોપ ગણાવતા કહ્યું કે, પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓની અવગણના પર ઉંડી નારાજગી દર્શાવી હતી. પાર્ટીમાં પીએમ પદના ઉમેદવાર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે ત્યાં સુધી કહી દીધું કે, પ્રધાનમંત્રી પદ માટે પાર્ટી પાસે ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના બદલે ટોચના નેતા લાલ કૃષ્ણ અડવાણી ઘણા વધુ પસંદ છે.












Click it and Unblock the Notifications
