Yoga Day 2024 : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડા બેટ ખાતે યોગ દિવસની ઉજવણી કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૧ જૂને ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટ ખાતે સહભાગી થશે. મુખ્યમંત્રી યોગ દિવસની પૂર્વસંધ્યાએ બનાસકાંઠા પહોંચ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અગાઉ આદિજાતિ વિસ્તાર નર્મદા અને તાપી જિલ્લાના ગામોમાં રાત્રી રોકાણ તથા ગ્રામસભાઓનું આયોજન કરીને ગ્રામજનો સાથે વાતચીતનો ઉપક્રમ પ્રયોજ્યો હતો. ગુરૂવારે વડગામડામાં મુખ્યમંત્રી સ્થાનિકો સાથે બેઠક કરશે.

મુખ્યમંત્રી આવી રાત્રી ગ્રામસભાઓમાં ગ્રામજનો વચ્ચે બેસીને તેમની સાથે સહજ વાતચીત દ્વારા ગ્રામીણ ક્ષેત્રની સુવિધાઓ, તથા રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય સેવાઓ અંગે માહિતીનું આદાન-પ્રદાન કરે છે અને ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ જ ગ્રામસભાની હવેની કડીની પુનઃશરૂઆત બનાસકાંઠાના વડગામડાથી ગુરુવારે રાત્રે કરવાના છે.
નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી આજે ગુરૂવારે વડગામડામાં રાત્રી રોકાણ કરીને વહેલી સવારે નડાબેટ ખાતે યોજાનારા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાશે.












Click it and Unblock the Notifications
