માંજલપુર બેઠકના અપરાજીત ઉમેદવાર યોગેશ પટેલ માટે 75 નિયમ સાથે ભાજપે કરી બાંધછોડ
ભારતીય જનતા પાર્ટી દ્વારા માંજલપુર બેટક માટે જુના જોગી અને 7 ટર્મથી વિજેતા ઉમેદવાર યોગેશ પટેલને ફરી રિપિટ કરવા પડ્યા છે. ભાજપના નિયમ મુજબ 75 પ્લસ નેતાઓન ટિકિટ નહી આપવાનો નિયમ બનાવામાં આવ્યો છે. પરંતુ આ નિયમને યોગેશ પટેલ
ભારતીય જનતા પાર્ટી દ્વારા માંજલપુર બેટક માટે જુના જોગી અને 7 ટર્મથી વિજેતા ઉમેદવાર યોગેશ પટેલને ફરી રિપિટ કરવા પડ્યા છે. ભાજપના નિયમ મુજબ 75 પ્લસ નેતાઓન ટિકિટ નહી આપવાનો નિયમ બનાવામાં આવ્યો છે. પરંતુ આ નિયમને યોગેશ પટેલ માટે નેવે મુકવો પડયો છે. ભાજપ દ્વારા તેમને ટિકિટ ના મળી હોત તો તે અપક્ષ ઉમેદવારી કરવાના હતા. 7 ટર્મ વિજેતા આ નેતાને સમજાવા ભાજપના નેતાઓએ ભારે મહેનત કરી હતી. પરંતુ તે માન્યા નહી અને છેવટે તેમને ટિકિટ આપવી પડી છે.

ગુરુવારે યોગેશ પટેલને ચૂટણી લડવા માટે કહી દેવામાં આવ્યું હતુ. આ અગે સત્તાવાર રીતે કોઇ જ જાહેરાત કવરામાં આવી નથી. ભાજપમાં નેતાની છબી બિન વિવાદાસ્પદ રહી છે અને સ્થાનિક સંગઠને પણ તેમના માટે ભલામણ કરી હતી. જેથી તેમને રિપિટ કરવામા આવ્યા છે.
બીજી તરફ પદરામાથી દીનુમામાએ અપક્ષ ઉમેદવારી કરી છે. તેને લઇને ભાજપ દ્વારા કડક વલણ અપનાવામા આવયુ છે કે, જો કોઇ નેતા ફોર્મ પરત નહી ખેંચે તો તેમની સામે કાર્યવાહી કરવામા આવશે.ભાજમા 6 જેટલા ધારાસભ્યોએ અપક્ષ ઉમેદવારી નોધાવી છે.












Click it and Unblock the Notifications
