અયોધ્યા દર્શન માટે સુવર્ણ અવસર, આ સરકારી યોજનામાં 31 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
Shri Ram Janmabhoomi - Maa Shabri Smriti Yatra Yojana - રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ - મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તારીખ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ઓનલાઈન https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા 9978412284 પર કૉલ કરી અરજી વિશે માહિતી મેળવી શકશે.
ભારતની સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું ખાસ મહત્વ હોય છે. દરેક નાગરિક પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલા શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવાની ઇચ્છા રાખતા હોય છે, પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઇચ્છા પૂરી કરી શકતા નથી.
આ બાબત ધ્યાનમાં રાખીને ખાસ કરીને ગુજરાત રાજ્યની અનુસૂચિત જનજાતિ - વનવાસી પ્રજા તેમજ અન્ય નાગરીકો માટે શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 5000ની પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતાં 12 વર્ષ કે તેથી વધુ વયના અનુસૂચિત જનજાતિ-વનવાસી અથવા દરેક વર્ગના નાગરિકોને પોતાના જીવન કાળમાં ફકત એક વાર લાભ લઇ શકે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ગુજરાતમાં વસતાં તમામ જાતિ અને વર્ગના કુલ 10000 યાત્રાળુઓ આ સહાયનો લાભ લઇ શકે છે.
આ યોજનાનો લાભ લેવા યાત્રાળુઓએ કરેલી અરજીમાં યાત્રાની તારીખ, યાત્રાળુઓની સંખ્યા, યાત્રાની શરૂઆત તથા પૂર્ણ થયાનું સ્થળ, અરજી તારીખ, અરજી કરનારની સહી. ફોન/ મોબાઈલ નંબર, E-mail Id (ઉપલબ્ધ હોય તો) તેની સ્પષ્ટતા કરવાની રહેશે.
અરજી સાથે પુરાવા તરીકે આધારકાર્ડ, ખરાઈ કરેલું જાતિ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેંકની ડિટેલ (પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ)ની સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે.
અરજીમાં જે વ્યક્તિઓના નામ દર્શાવેલા હોય તેમણે જ યાત્રા કરવાની રહેશે. અરજી ન કરી હોય તેવી બીજી કોઈ વ્યક્તિને તેઓ સાથે લઈ જઈ શકશે નહીં. યાત્રાળુઓએ અરજી જે પરબીડિયામાં મોકલવામાં આવે તે પરબીડિયા પર શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા કયા વર્ષમાં યાત્રા માટે અરજી કરવી છે, એમ લખવાનું રહેશે.
યાત્રા કરતાં પહેલાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યાની યાત્રા માટે અરજીઓ સ્વીકારી યાત્રાની મંજૂરી આપવામાં આવશે. પોસ્ટ દ્વારા પણ અરજી સ્વીકારવામાં આવશે. અરજી પ્રવાસની તારીખના 10 દિવસ પૂર્વે કરવાની રહેશે.
યાત્રાના પુરાવારૂપે રેલવેની આવવા-જવાની ટિકિટ, યાત્રાના સ્થળે રોકાણના પૂરાવા/ ધર્માદા કરેલી હોય તો તેની પહોંચો/ અયોધ્યા મંદિર ખાતે મંદિર સહિતના 2 થી 3 રંગીન ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. પૂરાવા યાત્રાપૂર્ણ કર્યાના એક માસમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.
અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો તે નામંજૂર કરવામાં આવશે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે. અરજીમાં યાત્રાળુઓ યાત્રા કયારે કરવા માંગે છે, તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
આ સંદર્ભે મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમિયાન અથવા મંજૂરી મળ્યા બાદ એક માસમાં યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે, અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી કચેરીમાં નવી અરજી કરી મંજૂરી મેળવવાની રહેશે.
આવી મંજૂરી મેળવ્યા વિના કરેલી યાત્રા માટે સહાય મળવાપાત્ર થશે નહીં. યાત્રાળુ દહનશીલ પદાર્થ કે કેફી પદાર્થ કે કોઈ પ્રતિબંધિત / ગેરકાયદેસર પદાર્થ યાત્રામાં સાથે લઇ જઇ શકશે નહીં. તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં વધુમાં જણાવાયું છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
