For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગિફ્ટ સિટીમાં પાણી સીધું નળમાંથી પી શકાશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 જાન્યુઆરી: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેકસિટીના ચેરમેન સુધીરભાઈ માંકડે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ગિફટ સિટીને નોટીફાઇડ એરિયા જાહેર કરીને આ સમગ્ર સિટીનું કામકાજ અને તમામ નીતિનિયમો સરળ બનાવી દીધા છે. આવનારા દિવસોમાં ગિફટ સિટીમાં સંચાલન માટે પણ લોકલ ઓથોરિટી હશે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ર૦પ૦ સુધીમાં ભારતમાં મોટાભાગની વસતી શહેરોમાં રહેતી હશે, જયારે ગુજરાતમાં આવી સંભાવના વર્ષર૦૩૦ સુધીમાં દેખાઇ રહી છે. શહેરીકરણની પ્રક્રિયાને ધ્યાને રાખતાં આવનારા દિવસોમાં આવા ૧૦૦ શહેરોનું નિર્માણ કરવું પડશે. ગિફટ સિટી પ્રોજેકટને લંડનના વર્લ્ડ સાયન્સ ગૃપે પણ ‘બેસ્ટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એન્ડ એકસપાન્સન પ્રોજેકટ કેટેગરી’માં એવોર્ડ આપ્યો છે.

narendra modi
ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીના ચેરમેન સુધીર માંકડે જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગિફટ સિટીનું શમણું આપ્યું અને તેને સાકાર કરવાની દ્રષ્ટિ પણ આપી છે. તેમના પીઠબળ વિના આવો પ્રોજેકટ સંભવ નથી. ૧૦૦ એકર જેટલી જમીનમાં આકાર લઇ રહેલા ગિફટ સિટીની વિશેષતાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે, આજે જે ટાવર કાર્યરત થયો છે એવા બીજા ૧૦૦ ટાવર આવનારા દિવસોમાં આકાર લેશે. કાર્ય કરવા અને રહેવા માટે ઉત્તમ બની રહેનારી આ સિટીમાં ૬૦ ટકા કોમર્સિયલ જગ્યા હશે જયારે રહેણાંક, સ્કૂલ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, શોપીંગ અને મનોરંજન માટે પણ જગ્યાઓ હશે. ગિફટ સિટીમાં પાંચ લાખ યુવાનોને સીધી રોજગારી અને પાંચ લાખ યુવાનોને પરોક્ષ રીતે રોજગારી મળી રહેશે.

ગિફટ સિટીના સ્ટેટ ઓફ ધી આર્ટ બાંધકામ વિશે બોલતાં સુધીરભાઈ માંકડે જણાવ્યું હતું કે, ગિફટ સિટીની કોઇપણ બિલ્ડીંગમાં એકન્ડીશનીંગ પ્લાન્ટ નહીં હોય, તમામ બિલ્ડીંગ માટે ડિસ્ટ્રીકટ કૂલીંગ સિસ્ટમ કાર્યરત થઇ રહી છે. આવી સગવડ આપતી આ સાઇઝની સિસ્ટમ સમગ્ર દેશમાં પહેલીવાર હશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પીવાના પાણી માટે પ્લાસ્ટીકની બોટલ અહીં હવે કયારેય નહીં આવે, છ મહિનામાં અહીં એવું ગુણવત્તાસભર પીવાનું પાણી ઉપલબ્ધ થશે કે, ગિફટ સિટીમાં લોકો ડાયરેકટ નળમાંથી પણ પાણી પી શકશે. કચરાવેસ્ટના નિકાલ માટે પણ આખી સિસ્ટમ બનશે. અહીંના કચરાનો અહીં જ નિકાલ થશે. તેમણે કસ્ત્રું હતું કે, રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ વિના આ પ્રોજેકટ સંભવ નથી.

English summary
you can drink water directly from tap in gift city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X