હાર્દિકના વતનમાં BJP યુવાપ્રમુખ ઋત્વિજ પટેલનો રોડ શો
હાર્દિક પટેલના વતન વિરમગામમાં ભાજપના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલનો રોડ શો યોજાયો હતો.
હાર્દિક પટેલ ના વતન વિરમગામ માં ભાજપ ના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ નો રોડ શો યોજાયો હતો. હાંસલપુર ચોકડીથી વિરમગામ શહેર સુધીની રેલી યોજવામાં આવી હતી, જેમાં 1000 બાઇકસવારો જોવા મળ્યા હતા. વિરમગામ શહેરમાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે રોડ શો યોજાયો.

ઋત્વિજ પટેલે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ વિરમગામ પહોંચ્યા હતા. વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં અમદાવાદ જિલ્લા કક્ષાના યુવા રોજગાર સંમેલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આ સંમેલનમાં યુવા ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ સંમેલન પહેલાં ઋત્વિજ પટેલની આગેવાનીમાં બાઇક રેલી યોજાઇ હતી. બાઇક રેલી શહેરમાં ફરી સંમેલનમાં પહોંચી હતી.













Click it and Unblock the Notifications
