Youngest Sarpanch of Gujarat : કોણ છે ગુજરાતના સૌથી યુવા સરપંચ કલ્પના ચૌહાણ? જાણો કેવી રીતે ગામની કાયાપલટ કરી?
Youngest Sarpanch of Gujarat : આ દિવસોમાં ગુજરાતમાં એક યુવા સરપંચની ખુબ ચર્ચા છે. કલ્પનાબેન ચૌહાણે માત્ર 22 વર્ષે સરપંચ બનીને ઇતિહાસ રચ્યો છે.
૨૪ વર્ષીય વિદ્યાર્થિની ગામની સરપંચ બનીને છવાઈ ગઈ છે. સમાજકાર્ય વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરી રહેલી આ છાત્રા માત્ર ૨૨ વર્ષની ઉંમરે આ પદ ધારણ કરી ગુજરાતની સૌથી યુવા સરપંચ બની છે.

સરપંચ બનતાની સાથે તેમણે ગામને સ્વચ્છ બનાવવાની સાથે પંચાયતની આવકમાં પણ વૃદ્ધિ કરાવી છે. વડોદરાની બાજુમાં આવેલા દુમાડ ગામના સૌથી યુવા સરપંચ કલ્પનાબેન ચૌહાણે દુમાડના વિકાસ અને સ્વચ્છતા માટે તનતોડ મહેનત કરી છે.
ડિસેમ્બર 2022 દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં એક હજાર મતોથી વિજેતા બનેલા કલ્પનાબેને 17 જાન્યુઆરી 2022 ના રોજ સરપંચનું પદ ગ્રહણ કર્યું છે. ત્યારે તેમની ઉંમર માત્ર ૨૨ વર્ષ અને બીકોમનો અભ્યાસ પૂર્ણ કોલેજમાંથી સ્નાતક થઈ આવ્યા હતા.
કોલેજથી સીધા ગ્રામ પંચાયતમાં કેવી રીતે આવવાનું થયું તે પ્રશ્નના જવાબમાં તેણી કહે છે, મારા પિતા કાંતિભાઇ ચૌહાણ પોતે ૨૫ વર્ષથી ગ્રામ પંચાયતના સભ્ય છે. પિતાનો સહયોગ મળ્યો અને ગામ લોકોનો ટેકો મળ્યો.
સરપંચ બન્યા પછી ગામમાં કરવામાં આવેલા વિકાસકામોની રૂપરેખા આપતા કલ્પનાબેન કહે છે કે, અમે ગ્રામ પંચાયતની આવક વધારી છે. વ્યવસાય વેરાની આવક સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરી આવકનો સ્ત્રોત મજબૂત કરતા આજે ગ્રામ પંચાયતનું સ્વભંડોળ ૭૫ લાખ જેટલું છે.
આ ઉપરાંત આ કાર્યકાળમાં અમે 14 થી 15 કરોડના વિકાસના કામો કર્યા છે. જેમાં માર્ગો, ગામના તળાવનું બ્યુટીફિકેશન, આંગણવાડી, પ્રાથમિક શાળાનું નિર્માણ સહિતના કામોનો સમાવેશ થાય છે.
તેણી કહે છે કે, અમે પંચાયત કચેરીને જનસેવા કેન્દ્ર બનાવ્યું છે. વિધવા સહાય માટે કેમ્પ રાખીને 260 થી વધુ વિધવા મહિલાઓને માસિક આર્થિક સહાય મેળવવામાં અને 50 થી વધુ પરિવારોને એનએફએસએ યોજના હેઠળ અનાજ અપાવવામાં મદદરૂપ થયા છીએ.
કલ્પનાબેનની શૈક્ષણિક કારકીર્દિ ઉજ્જવળ રહી છે. એમએસડબલ્યુના બે સેમેસ્ટરમાં ડિસ્ટિક્શન, કોલેજ, શાળામાં પણ પ્રથમ વર્ગ મેળવીને તેઓ ઉત્તીર્ણ થયા છે.
દુમાડ ગામને સ્વચ્છ બનાવવા માટે તેમણે મહેનત કરી છે. ગામમાં ઘરેઘરે જઇને લોકોને સમજાવ્યા છે. શેરી બેઠકો કરી અને તેના પરિણામે ગામ ચોખ્ખુ ચણાક થયું છે. જિલ્લા સ્તરે જ નહીં રાષ્ટ્રીય સ્તરે પણ દુમાડને માન મળ્યું છે.
બીજી ઓક્ટોબરે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્વચ્છ ભારત દિવસના કાર્યક્રમાં ઉપસ્થિત રહેવા ગુજરાતમાં કલ્પનાબેનને આમંત્રણ મળ્યું હતું.
દુમાડ ગામમાં ઘરેઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે. તેનું સેગ્રિગેશન કરવામાં આવે છે. કચરે સે આઝાદી ફાઉન્ડેશનની મદદથી આ પ્લાસ્ટિકના કચરાને વિવિધ વસ્તુઓમાં પરિવર્તિક કરવામાં આવે છે. ગામના તળાવ ફરતે મૂકવામાં આવેલા બાંકડા પૈકી કેટલાક આ પ્લાસ્ટિકમાંથી બન્યા છે.
દુમાડ ગામમાં 1326 ઘરો છે. ગામની વસ્તી 5244 છે. જેમાંથી સ્ત્રીની સંખ્યા 2557 અને પુરુષની સંખ્યા 2689 છે. ગામના તલાટી મંત્રી મિતાબેન ચૌધરી અને ઉપસરપંચ ઉષાબેન પરમાર છે. ગામનું સુકાન મહિલાઓના હાથમાં છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોના સામુહિક યત્નોથી દુમાડ આદર્શ ગામ બન્યું છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
