For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યના કલાકારો સાથે પીએમ મોદીએ તેમના નિવાસસ્થાને મુલાકાત કરી

ગુજરાત સહીત તમામ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીના કલાકારો સાથે 74-મા ગણતંત્ર દિવસ સમારોહની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાને ''પીએમ હાઉસ'' ખાતે મુલાકાત કરી NCC-NSS કેડેટ્સને સંબોધિત કર્યા

|
Google Oneindia Gujarati News

''યુવાનોમાં ઉર્જા, તાજગી, જોશ, ઝનૂન અને કૈક નવું કરવાની ભાવના હોય છે. વળી, યુવાઓ આઝાદીના આ અમૃતકાળમાં દેશની આકાંક્ષા અને સ્વપ્નનાઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે''; તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74-મા ગણતંત્ર દિવસ સમારોહની પૂર્વ સંધ્યાએ તા.25 જાન્યુઆરી, 2023ના રોજ ગુજરાત સહીત તમામ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીના કલાકારો અને પ્રતિનિધિઓ તેમેજ NCC-NSS કેડેટ્સને નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને સંબોધિત કરતી વેળા જણાવ્યું હતું.

NARMADA MODI

વડાપ્રધાન નિવાસસ્થાન ખાતે આયોજિત આજની મુલાકાતમાં ગુજરાતની ઝાંખી સાથે જોડાયેલા કલાકારોની સાથે રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહેલા માહિતી નિયામકની કચેરીના અધિકારીઓ પંકજ મોદી અને સંજય કચોટ પણ હાજર રહયા હતા. આ પ્રસંગે તમામની સાથે વડાપ્રધાન અને વરિષ્ઠ મંત્રીઓએ તસવીર લઈને સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

આજે દેશ સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, મેક-ઈન-ઇન્ડિયા, આત્મનનિર્ભર ભારત જેવા સંખ્યાબંધ અભિયાનો ચલાવી રહ્યો છે. સ્પેસથી લઈને પર્યાવરણ તથા કલાઇમેટ સાથે જોડાયેલા ઘણા પડકારો સામે ભારત આજે સમગ્ર વિશ્વના ભવિષ્ય માટે કામ કરી રહ્યું છે ત્યારે યુવાનનોને આ તમામ અભિયાનોમાં જોડાઈ જવા માટે વડાપ્રધાને તમામ યુવાનનોને આપી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કલાઇમેટ ચેન્જ સાથે જોડાયેલા એક પડકારને વાચા આપતા વિષય આધારિત જ એક ઝાંખીને ગુજરાત રાજ્ય આવતીકાલે નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ખાતેથી નીકળનારી રાષ્ટ્રીય પરેડમાં રજુ કરશે. ગુજરાતની ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત નીકળનારી આ સાંસ્કૃતિક ઝાંખીને નિહાળવાની દેશવાસીઓમાં ભારે ઉત્સુકતા રહેશે.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ યુવાનોને Un-seen possibilities search કરી untouched areas explore કરીને unimagined solutions ને શોધવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.

આજે આયોજિત આ સત્તાવાર મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય આદિજાતિ વિકાસમંત્રી અર્જુન મુંડા, કેન્દ્રીય યુવા-રમતગમત અને માહિતી-પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ તેમજ ડિરેક્ટર જનરલ, એનસીસી ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Youth of Gujarat met with PN Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X