For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત રમખાણ કેસમાં મોદીને મોટી રાહત, અમદાવાદ કોર્ટે પણ આપી ક્લીનચિટ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની 2002ના ગુજરાત રમખાણમાં ભૂમિકાની તપાસ મામલે અમદાવાદની મેટ્રોલિટિન કોર્ટે આજે મોટી રાહત આપી દીધી છે. અમદાવાદની કોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલી એસઆઇટીની ક્લોઝર રિપોર્ટ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો અને આ રિપોર્ટને માન્ય ગણ્યો છે. એસઆઇટીએ મોદીને ક્લીન ચિટ આપી હતી. પરંતુ રમખાણમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન ઝાફરીની પત્ની જાકિયા ઝાફરીએ ક્લોઝર રિપોર્ટને પડકાર્યો હતો. આ મામલામાં 2 ડિસેમ્બરના રોજ સુનાવણી થયા બાદ કોર્ટે પોતાનો ફેસલો 26મી સુધી સુરક્ષિત રાખી લીધો હતો.

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે આજે એ વાતનો નિર્ણય આપી દીધો છે કે 2002ના ગુજરાત રમખાણોમાં તેમની ભૂમિકાને લઇને મોદીની વિરુધ્ધ ગૂનાહિત કેસ નહી ચાલે. એસઆઇટીએ પોતાની ક્લોઝર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદી અને અન્યોની વિરુધ્ધ તેમને કોઇ પુરાવા મળ્યા નથી. જોકે ઝાકિયા જાફરીએ આ ક્લોઝર રિપોર્ટને મેટ્રોપોલિટીન કોર્ટમાં પડકારી છે અને તેનો નિર્ણય આજે આવવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના રમખાણોમાં નરેન્દ્ર મોદી અને અન્યની ભૂમિકા પર તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રચવામાં આવેલી એસઆઇટીએ પોતાની ક્લોઝર રિપોર્ટમાં મોદીને ક્લીન ચિટ આપી દીધી હતી. રમખાણોમાં માર્યા ગયેલા પૂર્વ કોંગ્રેસી સાંસદ એહસાન ઝાફરીની પત્ની ઝાકિયાએ તેને પડકારી છે. આ પહેલા 28 ઓક્ટોબરના રોજ કોર્ટે પોતાનો નિર્ણય 2 ડિસેમ્બર સુધી મોકૂફ રાખ્યો હતો, અને 2 ડિસેમ્બરના રોજ સુનાવણી થયા બાદ કોર્ટે પોતાનો ફેસલો 26મી સુધી સુરક્ષિત રાખી લીધો હતો.

narendra modi
અત્રે ઉલ્લેખનીય છે કે જાફરીના પતિ અને પૂર્વ સાંસદ એહસાન જાફરી 2002ના રમખાણોમાં ગુલબર્ગ સોસાયટી નરસંહારમાં માર્યા ગયેલા 69 લોકોમાં સામેલ હતા. જાફરીએ અરજી દાખલ કરી એસઆઇટીની ક્લોઝર રિપોર્ટ પર વાંધો ઉઠાવ્યો હતો. ક્લોઝર રિપોર્ટમાં મોદીને કોઇ પણ પ્રકારના ષડયંત્રમાં સામેલ હોવામાંથી ક્લીન ચિટ આપી દેવામાં આવી હતી.

જાફરીની ફરિયાદ પર તપાસ પૂરી કર્યા બાદ એસઆઇટીએ 8 ફેબ્રુઆરી 2012ના રોજ તપાસ રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે આઠ વર્ષ વીતી જવાના કારણે પુરાવાઓ એકત્રીત કરવામાં મુશ્કેલી પડવા છતાં જે પણ સાક્ષીઓ અને પુરાવાઓ મળ્યા તેનાથી એવું સાબિત નથી થઇ શક્યું કે 2002ના રમખાણોના ષડયંત્રમાં જે લોકો પર આરોપ લગાવવામાં આવ્યા હતા તેઓનો તેમાં કોઇ હાથ હતો.

English summary
Thursday is a cricial day for Modi as Metropolitan court is likely to deliver the verdict on Zakia Jafrey's plea today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X