For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલે ભાજપમાં જોડાઇને શક્તિ પ્રદર્શન કરીને નહીં પણ બુદ્ધિ પ્રદર્શન કર્યુઃ કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

ગુજરાત કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલે ભાજપનો ખેસ પણ ધારણ કરી લીધો છે. ત્યારે, કોંગ્રેસના નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલે પત્રકાર પરિષદ કરીને હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. સને 2019માં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું અને લાખોની જનમેદની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એકઠી થઈ હતી ત્યારે આ કાર્યક્રમમાં કહેવાતા નેતા એકલા આવ્યા હતા અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા. છેલ્લા ઘણા સમયથી વાત ચાલતી હતી કે, હવે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાશે અને ખુબ જ મોટુ શક્તિ પ્રદર્શન કરશે. શક્તિ પ્રદર્શનના અહેવાલ પણ આવતા હતા કે, હજારો લોકોની હાજરીમાં તેઓ ભારતીય જનતા પક્ષમાં જોડાશે. પરંતુ આજનો કાર્યક્રમ જોયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખના હાથે મુઠ્ઠીભર લોકોની હાજરીમાં ભાજપનો ખેંસ પહેર્યો એ સાબિત કરે છે. કે, શક્તિ પ્રદર્શનના બદલે બુદ્ધિપ્રદર્શન કર્યું હોય.

indrajit sinh gohil

ભાજપના નેતાઓને મવાલી, ગુંડા, અસામાજીક તત્વો, હિટલર, જનરલ ડાયર અને દેશના ગૃહમંત્રીને લુખ્ખા સુધી કહેતા પરંતુ આજે આ લોકોએ એવી કઈ લોલીપોપ આપી કે પોતાના આંદોલનના સાથીદારને અસામાજીક તત્વો કહેવા પડે છે. સમગ્ર દેશનું ગૌરવ એવુ મોટેરાનું સરદાર પટેલ સ્ટેડીયમના નામે ઓળખાતુ હતુ એની નામ બદલાવીને તેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરી દેવામાં આવ્યું. તેનો પણ કોંગ્રેસમાં હતા ત્યારે વિરોધ કરેલ હતો. પરંતુ હવે જ્યારે ભારતીય જનતા પક્ષમાં ગયા છે ત્યારે તે સ્ટેડીયમમાં મેચ ચાલતી હશે ત્યારે ચીયરલીડર્સના ડાન્સ જોવા માટે જશે ? એનો પણ ખુલાસો કરવો જોઈએ. વાત કરી હું ખીસકોલીની જેમ રામ સેતુ બનાવવા માટે ભારતીય જનતા પક્ષમાં આવ્યો છું, ખીસકોલીની જેમ નહી પરંતુ કાચીંડાની જેમ જુદા જુદા કલર બદલીને ભારતીય જનતા પક્ષમાં ગયા છો અને રામસેતુ બનાવવાની વાત કરો છો ત્યારે રામસેતુ બનાવવાના બદલે ભાજપમાં તમારુ રામનામ સત્ય છે એ સિવાય બીજી કોઈ વાત તમારી રાજકીય કારકીર્દીમાં હવે થવાની નથી. આજે જોડાયા ત્યારે એ પણ ખુલાસો કરવાનો હતો કે તમે નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભારતીય જનતા પાર્ટીની જોડાયા છો કે કેશુભાઈ પટેલ અને કાશીરામ રાણાની ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો?

હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે કહેતા હતા કે ખેડૂત, ખેતી અને ગામડુ બચાવવા માટે લડવુ જોઈએ. જે સરકારની નીતિથી ખેડૂત, ખેતી અને ગામડુ બરબાદ થઈ રહ્યું હોય એ ભાજપ પક્ષનો તમે આજે ખેસ પહેર્યો છે ત્યારે તમે ખેડૂત વિશે કેમ કઈ બોલ્યા નહીં તે સવાલ કર્યો હતો. સૌથી દુઃખદ બાબત એ છે કે, તમારી વ્યવસ્થામાં તમે ગોઠવાઈ ગયા.જે સમયે તમારે તેમની જરૂર હતી, તેમના ખભાનો ઉપયોગ કરીને તમે આગળ વધ્યા, પ્રસિધ્ધી મેળવી, તમને તમામ પ્રકારના એસો આરામ મળ્યા, સગવડો મળીએ આંદોલનના સાથીદારોને તમે અસામાજીક તત્વો કહો છે તે કેટલે અંશે વ્યાજબી ?

પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે પણ જણાવ્યું હતુ કે, ભાજપના નેતાઓને ભુંડી ગાળો બોલનાર અને કડવા શબ્દો કહેનાર હાર્દિક પટેલને કેમ આવકારવો પડ્યો છે. ભાજપને એવી તે કઇ મજબુરી આવી તેવા વેધક સવાલ કર્યા હતા.

English summary
Hardik Patel was fool to join bjp: congress leader indrajit sinh gohil
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X