પાકિસ્તાને તોડ્યું યુદ્ધવિરામ કર્યું ફાયરિંગ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાકિસ્તાને તોડ્યું યુદ્ધવિરામ કર્યું ફાયરિંગ

પાકિસ્તાને તોડ્યું યુદ્ધવિરામ કર્યું ફાયરિંગ

પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરતા ભારત-પાક બોર્ડર પર પૂંછ વિસ્તારમાં રવિવાર અને સોમવાર રાતે ક્યું ફાયરિંગ. કૃષ્ણધાટીના સેક્ટરમાં થયેલા આ ફાયરિંગનો ભારતીય સૈન્ય પર વળતો જવાબ આપ્યો.

હવે મોદી ઉપડશે ઇઝરાયેલ તરફ

હવે મોદી ઉપડશે ઇઝરાયેલ તરફ

આ વર્ષના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ જશે. આ વાતની પૃષ્ઠી વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કરી. જો કે આ પ્રવાસની તારીખો હજી નક્કી નથી થઇ પણ તે ઇઝરાયેલ સાથે જોર્ડન અને ફિલસ્ટાઇની પણ મુલાકાત લેશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલની મુલાકાત પર જનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે.

આજથી સર્વિસ ટેક્સ વધશે, આ સેવાઓ થશે મોંધી

આજથી સર્વિસ ટેક્સ વધશે, આ સેવાઓ થશે મોંધી

નાણાં પ્રધાન દ્વારા બજેટમાં પ્રસ્તાવિત સેવા કર આજથી વધશે. સાથે જ રેસ્ટોરન્ટમાં ખાવું, હોટલમાં રહેવું, મનોરંજન, હવાઇ યાત્રા, ટ્રેનોમાં એસી ક્લાસની ટિકટ, ઇવેન્ટ મેનેજમેન્ટ, કેટરિંગ, બ્યૂટી સલૂન, દારૂ, વિમા પ્રમિયમ, ટિકટ બુકિંગ, ઘર ખરીદવું બનશે મોંધુ.

લખવી જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી પાક. સાથે વાત નહીં

લખવી જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી પાક. સાથે વાત નહીં

રવિવારે, દિલ્હીમાં કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે, NDA સરકારના એક વર્ષના પોતાના કાર્યકાળના લેખા જોખા જાહેરમાં રજૂ કર્યા. સાથે પત્રકારોના જવાબ આપતા સુષ્માએ કહ્યું કે મુંબઇ હુમલાનો માસ્ટમાઇન્ડ લખવી જ્યાં સુધી પાકિસ્તાનમાં છૂટો ફરી રહ્યો છે ત્યાં સુધી ભારત પાકિસ્તાન જોડે કોઇ વાતચીત નહીં કરે. વધુમાં તેમણે કહ્યું કે પાક. જોડે વાતચીત હાલ અમારા એજન્ડામાં નથી.

રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી પહોંચ્યા સ્વીડન

રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જી પહોંચ્યા સ્વીડન

રવિવારે, ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સ્વીડન પહોંચ્યા. જ્યાં તેમણે સ્ટોકહોમના રોયલ પેલેસમાં સ્વીડનના રાજા કાર્લ 16માં અને રાણી વિક્ટોરિયાની મુલાકાત લીધી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ હાલ સ્વીડનની અધિકૃત મુલાકાત પર છે.

કોલકત્તા-અગરતલ્લાની સીધી બસનું ટ્રાયલ આજે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પહેલા આજે કોલકત્તા અગરતલ્લા વચ્ચે સીધી બસ સેવાની શરૂઆત કરવામાં આવી. ટ્રાયલ રન પર શરૂ કરાયેલી આ બસ આજે કોલકત્તાથી અગરતલ્લા જવા ઉપડી.

ઊંટીમાં નદી થઇ લાલ

ઊંટીમાં નદી થઇ લાલ

તમિલનાડુના ઊંટીની નજીક આવેલા ઉદગમંડલમ માં ડેમનું પાણી થયું લાલ. કેટલીક રાસાયણિક પ્રક્રિયાના કારણે પાણી લાલ થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

100 રાહુલ પણ મોદી સામે નહીં ટકી શકે

100 રાહુલ પણ મોદી સામે નહીં ટકી શકે

આજે શિવસેનાના મુખ્યપત્ર સામનામાં રાહુલ ગાંધી દ્વારા મોદી સરકારને સૂટ બૂટની સરકાર કહેવા, રાહુલ ગાંધીને શિવસેનાએ આડા હાથે લેતા કહ્યું કે તેના જેવા 100 રાહુલ પણ આવશે તો પણ તે મોદી સામે ટકી નહીં શકે. વધુમાં શિવસેનાએ કહ્યું કે સૂટ બૂટ ના પહેરીએ તો શું લંગોટમાં ફરીએ?

આંધ્રપ્રદેશમાં લાંચના આરોપ હેઠળ વિધાયક અરેસ્ટ

આંધ્રપ્રદેશમાં લાંચના આરોપ હેઠળ વિધાયક અરેસ્ટ

આંધ્ર પ્રદેશમાં વિધાન પરિષદની ચૂંટણીમાં નોટના બદલે વોટ આપવાનો એક મામલો સામે આવ્યો છે. જેમાં ટીડીપી વિધાયકની રેવનાથ રેડ્ડીની ભષ્ટ્રાચાર વિરોધી શાખાએ આજે ધરપકડક કરી છે. વધુમાં કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યા છે.

દુલ્હનનોનું સેલ્ફી

દુલ્હનનોનું સેલ્ફી

રવિવારે, ભોપાલમાં મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ મુસ્લિમ સમુદાયના લોકોનું માસ મેરેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એક દુલ્હન અન્ય દુલ્હનો સાથે સેલ્ફી પડાવી રહી છે

ચંદીગઢવાસીઓ મળીને કરી કસરત

ચંદીગઢવાસીઓ મળીને કરી કસરત

રવિવારે, ચંદીગઢમાં સુખના તળાવ પાસે એક ફિટનેસ અને સ્વાસ્થય જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં 1500-2000 લોકોએ ભાગ લઇ કસરત કરી.

રેત પર લખાયો

રેત પર લખાયો "વર્લ્ડ નો ટોબેકો ડે"નો મેસેજ

રવિવારે વિશ્વ તમાકુ દિવસ પર પુરીમાં આવેલા જાણીતા રેત શિલ્પકાર લોકોને તેના રેત શિલ્પ દ્વારા તમાકુનું સેવન ના કરવા અંગે અપીલ કરી.

કોલકત્તામાં ઉજવાયો વર્લ્ડ નો ટોબેકો ડે

કોલકત્તામાં ઉજવાયો વર્લ્ડ નો ટોબેકો ડે

રવિવારે, વિશ્વ તમાકુ દિવસ નિમિત્તે લોકોએ હાડપિંજરનો વેશ ધારણ કરીને લોકોને તમાકુ, સિગરેટ, બીડી છોડવા માટે અપીલ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X