ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના ઝટકા
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના ઝટકા
આજે બપોરે ઉત્તર ભારતના પંજાબ, દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં હળવા ભૂકંપના ઝટકા અનુભવાયા. અફધાનિસ્તાનમાં આવેલ 6.2 તીવ્રતાના ભૂકંપની અસર ભારતના આ વિસ્તારોમાં પણ થઇ. જો કે જાનમાલના નુકશાનની કોઇ માહિતી હાલ પ્રાપ્ત નથી થઇ. પણ ભૂંકપના લીધે અનેક સાવચેત લોકો પોતાના ઘરની બહાર જરૂરથી આવી ગયા હતા.

CCTV ફૂટેઝમાં આપ નેતા અલકા લાંબા તોડફોડ કરતી જોવા મળી
આમ આદમી પાર્ટીની વિધાયક અલકા લાંબા પર થયેલા હુમલામાં હવે એક નવો મોડ આવ્યો છે. રવિવાર મોડી રાતે જાહેર કરાયેલા સીસીટીવી ફૂટેઝમાં અલ્કા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક દુકાનની તોડફોડ કરતા નજરે પડ્યા. નોંધનીય છે રવિવારે અલ્કા લાંબા નશા મુક્તિ અભિયાન હેઠળ ચાંદની ચોકમાં જઇ રહી હતી ત્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો તેવી વાત અલકાએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી. જો કે અલ્કાનું કહેવું છે કે આ ઘટના તેની પર થયેલા હુમલાના બાદની છે.

દેવધર ભાગદોડના મૃતકોને બે લાખના વળતરની જાહેરાત
આજે સવારે 5 વાગ્યે ઝારખંડના દેવધર બૈધનાથધામમાં થયેલા ભાગદોડમાં 11 કાંવડિયોની મોત થઇ છે અને 60થી વધુ ઇજાગ્રસ્ત છે. ત્યારે સરકારે મૃતકોને બે લાખ અને ઇજાગ્રસ્તોને 60 હજાર રૂપિયાનું વળતર ચૂકાવવાની જાહેરાત કરી છે.

બન્ને સદનોમાં વિપક્ષે કર્યો હંગામો, કાર્યવાહી સ્થગિત
નોંધનીય છે કે ચોમાસુ સત્રને પૂરું થવાને હવે માત્ર ત્રણ દિવસની જ વાર છે. તેમ છતાં આજે પણ વિપક્ષ દ્વારા લોકસભામાં હોર્ડિંગ અને કાળી પટ્ટી બાંધી હંગામો કરતા સદનને 12:30 સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. જ્યારે રાજ્યસભાને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે.

મોદીના DNA નિવેદનની સામે નીતિશનું શબ્દ વાપસી અભિયાન
બિહારમાં ડીએનએ વિવાદ હવે એક નવા રૂપ લઇ રહ્યો છે નોંધનીય છે કે વડાપ્રધાન એક રેલીમાં કહ્યું હતું કે બિહારના તમામ નેતાઓનું એક જ ડીએનએ છે. જેના વિરોધમાં નીતીશ કુમારી એક હસ્તાક્ષર અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. જેને શબ્દ વાપસી અભિયાનનું નામ આપવામાં આવ્યું છે.

સંસદમાં ક્રોંગ્રેસનો સાથ નહીં આપે સપા
ક્રોંગ્રેસના વિરોધમાં સમાજવાદી પાર્ટી હવે સાથ નહીં આપે. સપાના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે કહ્યું કે તેમની પાર્ટી લોકસભા અને રાજ્યસભાને ચલાવા દેશે. વળી તેમણે ક્રોંગ્રેસના વિરોધ પ્રદર્શનનો પણ વિરોધ કર્યો. મુલાયમ સિંહ આજે સવારે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનને મળ્યા હતા જેના બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું.

વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલા અધિકારીઓને 10 લાખનું વળતર
અરુણાચલ પ્રદેશમાં 4 ઓગસ્ટના દિવસે ગુમ થયેલ પવન હંસ હેલિકોપ્ટરનો કાળમાળ તિરપ જિલ્લામાં મળ્યો. જેમાં ત્રણ અધિકારીઓની મૃત્યુની પૃષ્ટિ મળતા તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.

વ્યાપમંના 29 આરોપીઓએ કહ્યું જમાનત આપો નહીં તો અમે આત્મહત્યા કરી લઇશું
મધ્યપ્રદેશના ગ્વાલિયર સેન્ટ્રલ જેલમાં બંધ વ્યાવસાયિક પરીક્ષા મંડળ (વ્યાપમ) કૌભાંડના 29 જેવા આરોપીઓએ રાષ્ટ્રપતિને એક પત્ર લખીને જમાનત આપવા નહીં તો ઇચ્છા મૃત્યુ આપવાની માંગ કરી છે. પત્રમાં 70 આરોપીઓએ પોતાના હસ્તાક્ષર પણ કર્યા છે.

અયોધ્યા મંદિર પર સુપ્રિમ કોર્ટે આજે સંભવ્યો નિર્ણય
અયોધ્યામાં વિવાદિત રામ જન્મભૂમિ પર લગાયેલા ટેન્ટના કપડાને બદલવાની છૂટ આજે સુપ્રિમ કોર્ટે આપી છે. વળી, સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારનું ધ્યાન પણ દોર્યું કે તેમણે આ વિસ્તારને સ્વચ્છ રાખવો જોઇએ અને તેની સુવિધા પ્રત્યે ધ્યાન રાખવું જોઇએ.

જ્યારે એક સ્વતંત્ર સેનાનીએ નરેન્દ્ર મોદીને વ્હાલ કર્યું!
રવિવારે, દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારત છોડો આંદોલનની 73મી વર્ષગાંઠ નિમિત્તે કેટલાક સ્વતંત્રતા સેનાનીઓને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે એક સ્વતંત્રતા સેનાએ કંઇક આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાલા કર્યા હતા.

મુંબઇમાં યોજાઇ ગ્લફ મોનસૂન સ્કૂટર રેલી
રવિવારે, મુંબઇમાં ગ્લફ મોનસૂન સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં સ્કૂટર અને બાઇકચાલકોએ ભાગ લીધો.

જમ્મુની તવી નદીએ લીધું વિકરાય સ્વરૂપ
રવિવારે, જમ્મુના હરિ કી પૂરી મંદિર પાસેથી વહેતી તવી નદીની આ તસવીર. જેમાં પૂરની ભયાનક પરિસ્થિતિ દેખતા જ જોવા મળે છે.

બાળકોને મદદ કરશે "હેલ્પિંગ ફેસલેસ" નામનું મોબાઇલ એપ
શશાંક સિંહ અને મીરાએ રવિવારે દિલ્હીમાં હેલ્પિંગ ફેસલેસ નામનું એક મોબાઇલ એપ લોન્ચ કર્યું. જે બાળકોની હેરફેર અને ગુમ થનાર બાળકોને શોધવામાં લોકોની મદદ કરશે.

મુંબઇમાં ફિલ્મ તમાશાની આફટર પાર્ટી યોજાઇ
રવિવારે, મુંબઇમાં ફિલ્મ તમાશાની રેપ-અપ પાર્ટી યોજાઇ જેમાં આ ફિલ્મના લીડ રણબીર કપૂર અને દિપીકાએ હાજરી આપી હતી. બન્ને આ પાર્ટીમાં ખૂબ જ ખુશ દેખાઇ રહ્યા હતા.

દિલ્હી ગુડગાંવમાં ભારે વરસાદે લોકોને મુસીબત વધારી
રવિવારે, ભારે વરસાદ બાદ દિલ્હી ગુડગાંવ નેશનલ હાઇવે 8 પર રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

જમ્મુમાં મહિલા NCC કેડેટ્સે શીખ્યું રાઇફલ ચલાવતા
રવિવારે, જમ્મુમાં NCC સિનીયર વીંગ ગર્લ્સની કેડેટ્રસે ટાયગર ડિવિઝન ખાતે તેમની તાલીમના ભાગરૂપે રાયફલ ટ્રેનિંગ લીધી.

"ઓલ ઇઝ વેલ" પહોંચી "બડી દૂર સે આયે હૈ"
રવિવારે, મુંબઇમાં અભિષેક બચ્ચન અને રશિ કપૂર તેમની આવનારી ફિલ્મ ઓલ ઇઝ વેલના પ્રમોશન માટે બડી દૂર સે આયે હૈ નામની ટીવી સિરિયલના સેટ પર પહોંચી.












Click it and Unblock the Notifications
