For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની આ 10 ભૂલો કોંગ્રેસને ભારે પડી

લોકસભાની ચૂંટણી 2019ના પરિણામ સામે આવી ચૂક્યા છે. જનાદેશ ભાજપના પક્ષમાં આવ્યો છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે

|
Google Oneindia Gujarati News

લોકસભાની ચૂંટણી 2019ના પરિણામ સામે આવી ચૂક્યા છે. જનાદેશ ભાજપના પક્ષમાં આવ્યો છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. એનડીએએ 2014નો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. એનડીએએ 350નો આંકડો પાર કર્યો છે, જ્યારે યુપીએ માત્ર 60ની આસપાસ સમેટાઈ ગયું છે. કોંગ્રેસનો ફરી એકવાર પરાજય થયો છે. વિપક્ષના સૌથી મોટા નેતા રાહુલ ગાંધીની કેટલીક ભૂલો એવી છે, જેને રાજકીય નિષ્માતો કોંગ્રેસની હારનું સૌથી મોટું કારણ માની રહ્યા છે.

આ પણ વાંચો: અમેઠીમાં રાહુલ ગાંધીની હાર પર નવજોત સિંહ સિદ્ધુ ફસાયા

ચોકીદાર ચોર હૈ નારો

ચોકીદાર ચોર હૈ નારો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી દરમિયાન ચોકીદાર ચોર હૈ નો નારો આપ્યો, જે તેમના પર જ ભારે પડ્યો. સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી. સુપ્રીમ કોર્ટમાં રાહુલે માફી માગવી પડી. તેમના આ જ નારાને ભાજપે હથિયાર બનાવ્યું અને ચોકીદાર બની ગયા.

રાફેલ ડીલ પર અડગ વલણ

રાફેલ ડીલ પર અડગ વલણ

રાહુલ ગાંધીએ રાફેલના મુદ્દાને અર્થ વગર મહત્વ આપ્યું. જેમાં લોકોને રસ નહોતો તેમને રાહુલે જબરજસ્તી મુદ્દો બનાવવા ઈચ્છતા હતા. જો કે જનતાએ તેમાં ખાસ રસ ન લીધો અને રાહુલનો આ મુદ્દો પણ તેમના પર જ ભારે પડી ગયો.

મોદી પર આરોપ

મોદી પર આરોપ

રાહુલ ગાંધીએ ચૂંટણી રેલી દરમિયાન પીએમ મોદી પર આક્રમણ કર્યું, આરોપ લગાવ્યા. રાહુલ ગાંધીએ પીએમ મોદીની લોકપ્રિયતા નકારવાની કોશિશ કરી, જે પણ તમને નડી ગઈ. તેમણે વારંવાર નરેન્દ્ર મોદી પર હુમલા કર્યા. લોકોને રાહુલ ગાંધીનું આ રાજકારણ પસંદ ન આવ્યું. રાહુલની આ ચાલ પણ કોંગ્રેસને નડી ગઈ.

મોદીના મોર્ફ્ડ ફોટોઝ શૅર કરવા

મોદીના મોર્ફ્ડ ફોટોઝ શૅર કરવા

ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર વ્યક્તિગત રીતે તેમના અંગત જીવનને પણ નિશાન બનાવ્યું. પીએમ મોદી પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યા. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મોદીની મોર્ફ્ડ ઈમેજ શેર કરી. તેમણે તસવીર શૅર કરવાની સાથે નવો શબ્દ Modilie આપ્યો, જેને ઓક્સફર્ડ ડિક્શનરીએ ફગાવી દીધો. ઓક્સફર્ડ ડિક્શનરીએ રાહુલના દાવાને ફેક સાબિત કર્યો.

ગઠબંધન ન કરવાની ભૂલ

ગઠબંધન ન કરવાની ભૂલ

લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ઘણા રાજ્યોમાં ગઠબંધન ન કર્યું. તામિલનાડુ, ઝરખંડ, બિહાર, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં કોંગ્રેસે ગઠબંધન કર્યું પરંતુ દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, હરિયાણા જેવા રાજ્યોમાં સમજૂતી ન થતા ગઠબંધન ન કર્યું. કોંગ્રેસને તેની ભૂલ ભોગવવી પડી.

સંગઠનનો અભાવ, નવા નેતાઓની અછત

સંગઠનનો અભાવ, નવા નેતાઓની અછત

કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે, પરંતુ પાર્ટી સંગઠન ઉભી કરવામાં નિષ્ફળ રહી. કોંગ્રેસ સંગઠન સિવાય એક પરિવારના ભરોસે છે. કોંગ્રેસ હજી પણ પોતાના એ જ જૂના નેતાઓના અનુભવના ભરોસે છે અને તેમને જ મહત્વ આપે છે. જનતા સુધી એ સંદેશ પહોંચ્યો કે કોંગ્રેસ પાસે નવા નેતાઓ જદ નથી. એટલે જ કોંગ્રેસ જૂના જોગીઓને ચૂંટણી લડાવી રહી છે.

રાહુલની બે જગ્યાએથી ઉમેદવારી

રાહુલની બે જગ્યાએથી ઉમેદવારી

દેશની સૌથી જૂની પાર્ટીના સૌથી મોટા નેતા રાહુલ ગાંધી આ વખતે બે જગ્યાથી ચૂંટણી લડ્યા. ઉત્તર પ્રદેશના અમેઠી અને કેરળની વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી ચૂંટણી લડ્યો. રાહુલ ગાંધીના આ પગલાથી જનતામાં ખોટો સંદેશ ગયો. લોકોને લાગ્યું કે રાહુલને અમેઠીથી હારનો ડર છે, એટલે રાહુલ વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેને મુદ્દો બનાવ્યો કે રાહુલ વાયનાડથી લડ્યા કારણ કે તેઓ અલ્પસંખ્યક મોટી સંખ્યામાં છે. રાહુલ બે જગ્યાએથી લડ્યા એટલે અસમંજસની સ્થિતિ સર્જાઈ.

નેતાઓના ખરાબ નિવેદનો

નેતાઓના ખરાબ નિવેદનો

કોંગ્રેસના મોટાનેતાઓના ખરાબ નિવેદનોએ પક્ષની છબી ખરાબ કરી. સેમ પિત્રોડા, મણિશંકર ઐય્ર જેવા નેતાઓને અટકાવવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી. જેનું નુક્સાન તેમણે ચૂંટણી પરિણામમાં ભોગવવું પડ્યું.

કોંગ્રેસનો એજન્ડા ભૂલાયો

કોંગ્રેસનો એજન્ડા ભૂલાયો

લોકસભાની ચૂંટણી દરમિયાન પ્રચારમાં કોંગ્રેસનો એજન્ડા ભૂલાઈ ગયો. કોંગ્રેસ પોતાના વિઝનને લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહી. પાર્ટી ક્યારેય એ સમજી જ ન શકી કે દેશના ગરીબો, મધ્યમ વર્ગને શું જોઈએ છે. કોંગ્રેસની ન્યાની સ્કીમનો પ્રચાર તો થયો, પરંતુ તેની કોઈ સકારાત્મક અસર ન થઈ. કોંગ્રેસ ગરીબોને સમજાવવામાં નિષ્ફળ રહી. કોંગ્રેસ મધ્યમવર્ગનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહી.

પ્રિયંકાની લેટ એન્ટ્રી

પ્રિયંકાની લેટ એન્ટ્રી

રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી આ વખતે લોકસભાની ચૂંટણીમાં રાયબરેલી અને અમેઠીથી બહાર નીકળ્યા અને ઉત્તરપ્રદેશની જવાબદારી સંભાળી. પરંતુ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી મોડી થઈ. પ્રિયંકાની એન્ટ્રીને કારણે રાહુલ ગાંધીની કાબેલિયત પર સવાલ ઉઠ્યા કે રાહુલ મોદી સામે લડવા સક્ષમ નથી.

English summary
10 mistake behind congress president rahul gandhi defeat in lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X