For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક બાદ ગોવામાં પણ કોંગ્રેસ પર સંકટ, 15માંથી 10 ધારાસભ્યોનો ભાજપમાં વિલય

કર્ણાટક બાદ ગોવામાં પણ કોંગ્રેસ પર સંકટ, 15માંથી 10 ધારાસભ્યોનો ભાજપમાં વિલય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ સરકાર પર છવાયેલ સંકટ બાદ હવે ગોવાથી પણ કોંગ્રેસ માટે આફતના સમાચાર છે. અહીં કોંગ્રેસના 15માંથી 10 ધારાસભ્યોએ પાર્ટી છોડીને ભાજપમાં વિલય કરી લીધો છે. જે બાદ ગોવામાં કોંગ્રેસ પાર્ટી પાસે માત્ર 5 ધારાસભ્યો જ બચ્યા છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગોવામાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી.

10 ધારાસભ્યોએ વિલયની ચિઠ્ઠી આપી- સ્પીકર

કોંગ્રેસ છોડનાર તમામ 10 ધારાસભ્યોએ ભાજપમાં સામેલ થવા માટે સ્પીકરને લેખિતમાં ચીઠ્ઠી આપી છે. ગોવા વિધાનસભાના સ્પીકર રાજેશ પટનેકરે કહ્યું કે આજે 10 કોંગ્રેસી ધારાસભ્યોએ મને એક ચિઠ્ઠી આપી છે કે તેઓ ભાજપમાં વિલય કરી રહ્યા છે. બીજી ચિઠ્ઠી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને આપી છે કે ભાજપનું બહુમત બદલાઈ ગયું છે. મેં બંને ચિઠ્ઠી સીવકાર કરી લીધી છે. અગાઉ ગોવામાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની સરકારને સ્પીકરને છોડી 20 ધારાસભ્યોનું સમર્થન હતું.

નેતા પ્રતિપક્ષની આગેવાનીમાં વિલય

ગોવા વિધાનસભામાં ડેપ્યૂટી સ્પીકર માઈકલ લોબોએ કહ્યું કે 10 કોંગ્રેસી ધારાસભ્યોનું મતબળ છે કે બે-તૃતિયાંશથી વધુ સંખ્યા જે પાર્ટીથી અલગ થઈ ભાજપમાં સામેલ થઈ ગયા છે. સંવિધાનના 10 શેડ્યૂઅલ મુજબ આ વિલય થયો છે. 10 ધારાસભ્યોના આગેવાન પૂર્વ નેતા પ્રતિપક્ષ ચંદ્રકાંત કેવલેકર છે.

સીએમ સારું કામ કરી રહ્યા છે- કેવલેકર

જ્યારે વિરોધી દળના પૂર્વ નેતા ચંદ્રકાંત કેવલેકરે ભાજપમાં વિલય બાદ કહ્યું કે, અમારામાંથી 10 આજે ભાજપમાં સામેલ થઈ ગયા, માત્ર એટલા માટે જ કે ગોવાના મુખ્યમંત્રી સારું કામ કરી રહ્યા છે. હું વિપક્ષનો નેા હતો, છતાં અમારા ક્ષેત્રમાં વિકાસના કાર્ય ન થઈ શક્યાં. સૌથી મોટી પાર્ટી હોવા છતાં અમે સરકાર ન બનાવી શક્યા. જે ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા છે તેમાં ચંદ્રકાંત કેવલેકર, બાબુશ મૉનસેર્રટ્ટે, તેમની પત્ની જેનિફર મૉનસેર્રટ્ટે, ટોની ફર્નાંડીસ, ફ્રેંસિસ સિલવેરિયા, ફિલિપ નેરી રોડ્રિગ્સ, ક્લૈફાસિયો, વિલ્ફ્રેડ ડે સા, નિલકાંત હલંકર અને ઇસિડોરે ફર્નાંડીસ સામેલ છે. લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટીમાં આ ત્રીજી ટૂટ છે. અગાઉ કર્ણાટક અને તેલગાણામાં પણ ધારાસભ્યોએ પાર્ટી છોડી છે.

ભાજપ રાજ્યપાલ, અધ્યક્ષને મળીને કરશે વિશ્વાસ મતના પરીક્ષણની માંગભાજપ રાજ્યપાલ, અધ્યક્ષને મળીને કરશે વિશ્વાસ મતના પરીક્ષણની માંગ

English summary
10 out of 15 congress MLAs joined bjp in goa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X