આંધ્ર પ્રદેશઃ 2 સરકારી સ્કૂલોમાં 8 છાત્રો સહિત 10 લોકો કોરોના પૉઝિટિવ, થયુ હતુ રેન્ડમ ટેસ્ટિંગ
હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં બે સરકારી સ્કૂલની અંદર કરવામાં આવેલ રેન્ડમ ટેસ્ટિંગમાં 10 લોકો પૉઝિટિવ જોવા મળ્યા છે. આમાં 8 બાળકો અને 2 માતાપિતા શામેલ છે. ત્યારબાદથી અન્ય બાળકોના પરિવારોની ચિંતા વધી ગઈ છે. જે સ્કૂલોમાં કોરોના સંક્રમિત દર્દી મળ્યા છે તે જિલ્લાના મુદીનપલ્લી મંડળમાં સ્થિત છે. પ્રશાસને સાવચેતી તરીકે સ્કૂલો બંધ કરી દીધી છે અને છાત્રોને હોમ આઈસોલેશનમાં મોકલી દીધા છે.
સ્કૂલ પ્રશાસને કર્યો 4 છાત્રોના પૉઝિટિવ હોવાનો દાવો
તમને જણાવી દઈએ કે આ બંને સ્કૂલોમાં શુક્રવારે કોરોનાનુ રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. મંગળવારે આ પરીક્ષણના પરિણામો આવ્યા. માહિતી મુજબ ધોરણ 9ના 4 છાત્રો અને ધોરણ 10ના 4 છાત્રો પૉઝિટિવ મળ્યા છે અને બે માતાપિતા પણ સંક્રમિત મળ્યા છે. જો કે સ્કૂલ ઑથોરિટીનુ કહેવુ છે કે 67 છાત્રોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી માત્ર 4 છાત્રો જ પૉઝિટિવ નીકળ્યા છે.
જિલ્લાના પ્રાઈમરી અને અન્ય સ્કૂલોમાં શરૂ થયુ રેન્ડમ ટેસ્ટિંગ
આ ઉપરાંત જિલ્લાના એક પ્રાઈમરી સ્કૂલમાં ધોરણ 3ના એક છાત્રને કોરોના પૉઝિટિવ જોવા મળ્યા છે ત્યારબાદ પ્રાઈમરી સ્કૂલમાં પણ બધા છાત્રો માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાની એક અન્ય સ્કૂલમાં પણ હવે રેન્ડમ ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે.