10 કારણો જે 'આપ'ને દિલ્હી ચૂંટણીમાં પહોંચાડી શકે છે નુકસાન

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ પાર્ટીઓએ પ્રચારાં પોતાની શક્તિ લગાવી દીધી છે. પરંતુ આમ આદમી પાર્ટી આ મામલામાં તમામ પાર્ટીઓને પાછળ છોડતા તાબડતોબ જનસભાઓ કરી રહી છે. આપના તમામ શ્રેષ્ઠ નેતા એક પછીએક જનસંપર્કના કાર્યક્રમમાં લાગી ગયા છે.

પરંતુ આમ આદમી પાર્ટીની હાલની સ્થિતિ અને દિલ્હીના લોકોના વલણને જોઇએ તો ઘણા એવા પાસા પણ છે જે આમ આદમી પાર્ટીના વિરોધમાં જતા દેખાઇ રહ્યા છે. આવો નજર નાખીએ એ દસ કારણો પર જેના કારણે આમ આદમી પાર્ટીને નુકસાન ઉઠાવવું પડી શકે છે.

આવો જાણીએ કયા છે એ દસ કારણો, જે નુકસાન કરાવી શકે છે આપને...

અરવિંદ કેજરીવાલે રાજનીતિમાં આવવાનું કારણ

અરવિંદ કેજરીવાલે રાજનીતિમાં આવવાનું કારણ

અરવિંદ કેજરીવાલે રાજનીતિમાં આવવાનું કારણ રાજનીતિને બદલવાનું ગણાવ્યું હતું, પરંતુ ધીરે ધીરે પાર્ટી તમામ પાર્ટીઓની જેમ આરોપ-પ્રત્યારોપની રાજનીતિમાં ફંસાતી દેખાઇ રહી છે.

અક્ષમ વિધાયકો

અક્ષમ વિધાયકો

આમ આદમી પાર્ટીએ જે વિધાયકોને ગઇ ચૂંટણીમાં ટિકિટ આપી હતી તેમાંથી ઘણા વિધાયકોને આ કહીને ટિકિટ ન્હોતી આપવામાં આવી કે તેમનામાં ક્ષમતાની ઊણપ છે. પાર્ટીના આ તર્કને માનીએ તો શું પાર્ટી આ અક્ષમ વિધાયકોના દમ પર દિલ્હીમાં શાસન ચલાવવા માંગતી હતી.

અરવિંદ કેજરીવાલ એક માત્ર પાર્ટીના સર્વેસર્વા

અરવિંદ કેજરીવાલ એક માત્ર પાર્ટીના સર્વેસર્વા

આમ આદમી પાર્ટીની રાજનીતિ પણ અન્ય પાર્ટીઓની જેમ એક નેતા અરવિંદ કેજરીવાલની આસપાસ ફરી રહી છે. ભાજપામાં નરેન્દ્ર અને કોંગ્રેસમાં રાહુલ ગાંધીના તર્જ પર અરવિંદ કેજરીવાલ એક માત્ર પાર્ટીના સર્વેસર્વા બનતા દેખાઇ રહ્યા છે.

બડવાખોર નેતા

બડવાખોર નેતા

આમ આદમી પાર્ટીએ દરેક કાર્યકર્તા અથવા બડવાખોર નેતાને એ કહેતા તેની ફરિયાદને સાંભળવાનો ઇનકાર કરી દીધો કે તે વ્યક્તિની વ્યક્તિગત અભિલાષા છે. જો કે પાર્ટીની અંદર સ્વરાજ પર મોટો સવાલ ઉઠાવે છે.

વોટરોને રૂપિયા લેવાની સલાહ આપે છે

વોટરોને રૂપિયા લેવાની સલાહ આપે છે

અરવિંદ કેજરીવાલે વોટરોને લુભાવવા માટે જે રીતે નિવેદન આપ્યું છે તે નિસંકોચ તેમની ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડાઇને નબળું બનાવે છે. એક તરફ કેજરીવાલ જ્યાં ભ્રષ્ટાચારને ખત્મ કરવાની વાત કરે છે અને બીજી તરફ વોટરોને રૂપિયા લેવાની સલાહ આપે છે.

કેટલાંક ચહેરા જ પાર્ટી પર સંપૂર્ણ રીતે હાવી છે

કેટલાંક ચહેરા જ પાર્ટી પર સંપૂર્ણ રીતે હાવી છે

આમ આદમી પાર્ટીમાં કેટલાંક ચહેરા જ પાર્ટી પર સંપૂર્ણ રીતે હાવી છે જેમકે મનીષ સિસોદિયા, કુમાર વિશ્વાસ, સંજય સિંહ આશુતોષ આ નેતાઓ ઉપરાંત અન્ય નેતાઓને ભાગ્યે જ લોકો જાણે છે.

પાર્ટીની વિશ્વનીયતાને ઓછી કરી છે

પાર્ટીની વિશ્વનીયતાને ઓછી કરી છે

આમ આદમી પાર્ટીનો દિલ્હીમાં ટ્રેક રેકોર્ડ જોઇએ તો હજી પણ લોકો સંપૂર્ણપણે પાર્ટી પર વિશ્વાસ કરવા માટે તૈયાર નથી કે પાર્ટી સંપૂર્ણ રીતે પોતાના વચનો પર ખરી ઉતરશે. ગઇ વખતે 49 દિવસોની સરકારે દિલ્હીવાસીઓની અંદર પાર્ટીની વિશ્વનીયતાને ઓછી કરી છે.

આપના જૂના નેતા ભાજપમાં સામેલ

આપના જૂના નેતા ભાજપમાં સામેલ

આપના જૂના નેતા શાઝિયા ઇલ્મી, વિનોદ કુમાર બિન્ની અને કેજરીવાલના જૂના સહયોગી કિરણ બેદીના ભાજપમાં સામેલ થવાથી પણ પાર્ટીને મોટું નુકસાન થઇ શકે છે. જો આ નેતા આપની અંતર્કલેહની વાત કરીએ તો પાર્ટી તેને નકારી શકે નહીં.

કિરણ બેદી પર વ્યક્તિગત હુમલો

કિરણ બેદી પર વ્યક્તિગત હુમલો

આમ આદમી પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વની જેમ કિરણ બેદી પર વ્યક્તિગત હુમલો, પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

લોકપાલનો મુદ્દો

લોકપાલનો મુદ્દો

આમ આદમી પાર્ટીએ 49 દિવસની સરકારમાંથી રાજીનામુ લોકપાલના મુદ્દે આપ્યો હતો પરંતુ આ વખતની ચૂંટણીમાંથી લોકપાલનો મુદ્દો સંપૂર્ણપણે ગાયબ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X