પશ્વિમ બંગાળ: 10 વર્ષની બાળકી સાથે પડોશીએ ગુજાર્યો બળાત્કાર

પશ્વિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં બોલપુરના મુલુક વિસ્તારમાં એક 10 વર્ષની બાળકી સાથે કથિત રીતે એકા આધેડ વ્યક્તિ દ્રારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પડોશમાં રહેનાર સુકુમાર નામના એક આધેડ વ્યક્તિએ 10 વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેને ધમકી આપી હતી. જ્યારે છોકરીએ આ વાત પોતાના ઘરવાળાઓને જણાવી તો તેના માતા-પિતાએ પડોશમાં રહેતા આધેડ સુકુમાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બોલપુરના એસડીપીઓ પ્રશાંત ચૌધરીના જણાવ્યા અનુસાર આરોપી સુકુમાર ઘોષની ધરપકડ કરી લેવામાં આવી છે અને પીડિત છોકરીને દાક્તરી તપાસ માટે બોલપુરની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
