મહારાષ્ટ્રમાં કોરોનાનુ તાંડવ યથાવત, 24 કલાકમાં 105ના મોત
બુધવારે મહારાષ્ટ્રમાં 105 લોકોના મોત થઈ ગયા છે. દેશના કોઈ પણ રાજ્યમાં એક દિવસમાં કોરોનાથી સોથી વધુ મોત પહેલી વાર થઈ છે.
તમામ કોશિશો છતાં ભારતમાં કોરોનાના દર્દી વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દોઢ લાખને પાર કરી ગઈ છે તેમજ એક્ટિવ કેસ 80 હજારથી વધુ છે. અત્યાર સુધી 4400થી વધુ લોકોના જીવ પણ જઈ ચૂક્યા છે. જો કે રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ વધીને 42.45 ટકા થઈ ગઈ છે અને અત્યાર સુધી લગભગ 65 હજાર લોકો રિકવર થયા છે અને બુધવારે મહારાષ્ટ્રમાં 105 લોકોના મોત થઈ ગયા છે. દેશના કોઈ પણ રાજ્યમાં એક દિવસમાં કોરોનાથી સોથી વધુ મોત પહેલી વાર થઈ છે. તમને જણાવી દઈએ કે કોરોનાથી સૌથી વધુ મહારાષ્ટ્ર ત્રસ્ત છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 2190 નવા કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી 1897 લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, રાજ્યમાં દર્દીઓની સંખ્યા 56 હજાર 998 થઈ ગઈ છે. આમાંથી 37 હજાર 125 સક્રિય કેસ છે અને 17 હજાર 918 દર્દી ઈલાજ બાદ રિકવર થઈ ચૂક્યા છે.

મૃત્યુદરમાં આવ્યો ઘટાડો
જો કે રાહતની વાત એ છે કે અહીં હવે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 14 દિવસમાં બમણી થઈ રહી છે. આ પહેલા આ સમયગાળો ત્રણ દિવસનો હતો. આ સાથે જ રાજ્યમાં મૃત્યુદરમાં પણ ઘટાડો જોવામાં આવ્યો છે. પહેલા આ દર એપ્રિલ મહિનામાં 7.6 ટકા હતો જે હવે ઘટીને 3.25 ટકા થઈ ગયો છે. આ અંગેની માહિતી મંગળવારે મુખ્ય સચિવ અજય મહેતાએ પોતાની ઑનલાઈન પ્રેસ કૉન્ફરન્સમાં આપી હતી.

મુખ્ય સચિવ અજય મહેતાએ આપી મહત્વની માહિતી
મહેતાએ પત્રકારોને જણાવ્યુ કે, 'કેસ બમણા થવાનો સમયગાળો વધારવામાં સફળતા મળી છે. પહેલા કોવિડ-19ના દર્દી ત્રણ દિવસમાં બમણા થઈ રહ્યા હતા, આ સમયગાળો હવે 14 દિવસનો થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં તપાસની સંખ્યા વદારી દેવામાં આવી છે. હાલમાં રાજ્યમાં 72 લેબ કામ કરી રહી છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં 16,000 નિરીક્ષણ દળ છે અને અત્યાર સુધી 66 લાખ લોકોનુ સર્વેક્ષણ કરવામાં આવી ચૂક્યુ છે. મહેતાએ એ દાવો પણ કર્યો કે સરકાર કોરોના વાયરસ ટ્રાન્સમિશનની ચેન તોડવા માટે કૉન્ટેક્ટ ટ્રેસિંગ પર વધુ જોર આપી રહી છે.'

આખુ વિશ્વ લડી રહ્યુ છે કોરોના વાયરસથી
ઉલ્લેખનીય છે કે જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 5,635,935 થઈ ગઈ છે. અત્યાર સુધી ત્રણ લાખ, 52 હજાર 235 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે વિશ્વ આરોગ્ય સંગઠને 11 માર્ચે કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરી હતી.












Click it and Unblock the Notifications
