For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રેન વ્યવહાર શરૂ થતાં દેશમાં કોરોનાના મામલામાં 106%નો વધારો

ટ્રેન વ્યવહાર શરૂ થતાં દેશમાં કોરોનાના મામલામાં 106%નો વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમા કોરોના વાયરસ સંક્રમણનો ખતરો ઘટવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ સંક્રમિત લોકોની સંખ્યામાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે અને દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. સંક્રમણને પગલે દેશમાં બે મહિનાથી ઓછા સમયથી લૉકડાઉન છે. પરંતુ લૉકડાઉન 4માં તમામ કામકાજ ધીરે ધીરે શરૂ કરી દેવામાં આવ્યાં છે. ટ્રેનોના સંચાલનને પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. દેશમાં ટ્રેનોના આંશિક સંચાલન 12 મેથી શરૂ થયું છે. ટ્રેનોના સંચાલન બાદ કોરોના વાયરસના સંક્રમણના મામલામાં જબરદસ્ત વધારો થયો છે. ટ્રેનોના સંચાલન શરૂ થવાના કારણે સંક્રમણમાં 105.5 ટકાનો વધારો થયો છે.

જબરદસ્ત વધારો

જબરદસ્ત વધારો

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ 12 મેથી 25 મે વચ્ચે ભારતમાં કોરોના વાયરસના 68089 નવા મામલા સામે આવ્યા છે. 12 મેના રોજ ભારતમાં કુલ સંક્રમણના મામલા 34624 હજા, જે 25 મે સુધી વધીને 1, 45, 380 થઈ ગયા. કોરોના વાયરસના સંક્રમણથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. અહીં 12 મેથી 25 મે વચ્ચે સંક્રમણમાં 125.1 ટકાનો વધારો થયો છે. રાજયમાં કુલ 52667 કોરોનાના દર્દી છે, જેમાંથી 29266 દર્દી માત્ર 12 મેથી 26 મે દરમિયાન સામે આવ્યા છે. દેશની રાજધાનીમાં પણ કરોનાના મામલામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પાછલા 15 દવસમાં 6820 નવા મામલા સામે આવ્યા છે.

પૂર્વોત્તર રાજ્યોમાં પણ વધારો

પૂર્વોત્તર રાજ્યોમાં પણ વધારો

પૂર્વોત્તર રાજ્યોની વાત કરીએ તો મણિપુરમાં જ્યાં મા્ર બે કોરોનાના દર્દી હતા, તે 26 મેના રોજ વધીને 26 થઈ ગયા, એટલે કે રાજ્યમાં 1500 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ગોવા, આસામ, ઉત્તરાખંડ, છત્તીસગઢમાં પણ 12 મે બાદ કોરોના વાયરસના નવા મામલા જોવા મળ્યા છે. ગવા જેને એપ્રિલના અંતમાં કોરોના મુક્ત ઘોષિત કરી દેવામાં આવ્યું હતું, ત્યાં માત્ર 2 દિવસમાં 7 નવા મામલા સામે આવ્યા છે. એસી ટ્રેનોના સંચાલનના માત્ર બે દિવસમાં આ મામલા સામે આવ્યા છે.

નાનાં રાજ્યોમાં પણ સંક્રમણ વધ્યું

નાનાં રાજ્યોમાં પણ સંક્રમણ વધ્યું

આસામ અને ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં 709.2 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઉત્તરાખંડમાં 12 મે સુધી કુલ સંક્રમણના મામલા 68 હતા, જે 25 મે સુધી વધીને 349 થઈ ગયા. આવી જ રીતે આસામમાં પણ 65 દર્દીથી વધીને 526 થઈ ગયા. છત્તીસગઢમાં 392.2 ટકાનો વધારો જોવા મળ્યો છે, બિહારમાં 265.2 ટકાનો વધારો જોવા મળ્યો છે અને અહીં સંકરમણના મામલા 1320 સુધી પહોંચી ગયા છે.

COVID 19: અમેરકામાં સતત ત્રીજા દિવસે 700થી ઓછા મોત, સ્પેનમાં 10 દિવસની રાષ્ટ્રીય શોકCOVID 19: અમેરકામાં સતત ત્રીજા દિવસે 700થી ઓછા મોત, સ્પેનમાં 10 દિવસની રાષ્ટ્રીય શોક

English summary
106 percent increase in coronavirus case after train started
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X