For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભલામણ પત્રના બદલામાં 11 સાંસદોએ લાંચ માંગી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ડિસેમ્બર: કોંગ્રેસ અને ભાજપ સહિત પાંચ પાર્ટીઓના 11 સાંસદોએ એક વિદેશી કંપનીને પ્રોત્સાહનના પક્ષમાં ભલામણ પત્ર આપવાના બદલામાં 50,00 થી માંડીને 50 લાખ રૂપિયા સુધીની માંગણી કરી. આ દાવો ગુરૂવારે એક સંશોધનાત્મક વેબસાઇટે કર્યો છે.

ઓપરેશન ફાલ્કન ક્લાવના કોડનેમથી તપાસ કરનાર કોબરાપોસ્ટ વેબસાઇટના એડિટર અનિરૂદ્ધ બહલે કહ્યું કે છ સાંસદોએ પત્ર આપ્યો છે. તેમને કહ્યું છે કે છ સાંસદોએ 50 હજારથી માંડીને 75 હજાર રૂપિયા લઇને મેડિટેરેનિયન ઓઇલ ઇંકના પક્ષમાં ભલામત્ર પત્ર અમને પણ આપ્યો હતો. તેમને કહ્યું હતું અન્ય લોકો 5 લાખ રૂપિયાથી ઓછામાં માન્યા ન હતા અને એક સાંસદે તો પત્રના બદલામાં 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તપાસ દરમિયાન સાંસદ કેમેરા સમક્ષ એમ કહેતાં કેદ થઇ ગયા કે તે ભારતમાં પોતાની દુકાનો સ્થાપિત કરવામાં કંપનીની મદદ કરવા માટે તૈયાર છે.

કોબરા પોસ્ટના જણાવ્યા અનુસાર સાંસદ કોંગ્રેસ, ભાજપ, બસપા, જડીયૂ અને એઆઇએડીએમકેના છે. કોબરાપોસ્ટે આ સાંસદોના નામ જણાવ્યા છે. એવા સાંસદોમાં કે. સુગુમાર અને સી રાજેન્દ્રન (એઆઇએડીએમકે), લાલુ ભાઇ પટેલ, રવિન્દ્ર કુમાર પાંડે અને હરી માંઝી (ભાજપ) વિશ્વ મોહન કુમાર, મહેશ્વર હજારી અને ભૂદેવ ચૌધરી (જેડીયૂ) ખિલાડી લાલ બૈરવા અને વિક્રમભાઇ અરજાનભાઇ (કોંગ્રેસ) અને કેસર જ્યાં (બસપા) સામેલ છે.

cobra-post

બહલે કહ્યું હતું કે આ સાંસદોમાંથી કોઇએ પણ ફર્મની સચ્ચાઇ તપાસની જહેમત ઉઠાવી નથી. તેમને કહ્યું હતું કે સાંસદોએ સૌથી વધુ રૂચિ આ વાતમાં દર્શાવી છે કે તેમને રોકડા આપવામાં આવે. એક સાંસદના હવાલાના માધ્યમથી કેશ આપવાની માંગ કરી હતી. કોબરાપોસ્ટે કહ્યું હતું કે તેના રિપોર્ટરોમાંથી એક કે.આશીષે આશીષ જાદૌન જાલીના પરિચય પર ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેંડની કંપની મેડિટેરેનિયન ઓઇલ ઇન્કનું પ્રતિનિધિ બનીને સાંસદોની સાથે સંપર્ક સાધ્યો.

સાંસદોની સાથે મુલાકાત દરમિયાન રિપોર્ટરે કંપનીની વેબસાઇટ, બ્રોશર અને કંપની પ્રોફાઇલ બતાવી. પોતાને કંપનીના સલાહકાર ગણાવતાં રિપોર્ટરે પૂર્વોત્તર ભાજપમાં ઓઇલ શોધનો કોંટ્રાક્ટ પ્રાપ્ત કરવામાં સાંસદોનું સમર્થન માંગ્યું. બહલે જણાવ્યું હતું કે 100 કરોડ રૂપિયાની પરિયોજનાનો હવાલો આપતાં રિપોર્ટરોએ સાંસદો પાસેથી ભલામણ પત્ર માંગ્યો. આ સાંસદોમાંથી મોટાભાગના આવા કેસમાં પોતાના કર્મચારી અથવા સંબંધી અથવા વચોટિયાના માધ્યમથી ઉકેલ્યો હતો.

બહલ અનુસાર આ સાંસદોએ બરોબર તે વખતે પૈસાની માંગણી કરી હતી જ્યારે એનડીએ રીટેલ ક્ષેત્રે વિદેશી ભાગીદારીના પ્રશ્નને લઇને સરકારની ઘેરાબંધી કરી હતી અને ત્યાં સુધી કે આ મુદ્દે સંસદને ઠપ્પ કરી દિધી હતી.

English summary
News portal Cobrapost Thursday claimed 11 MPs from five parties were willing to issue letters of recommendation to promote a fictitious foreign company for a fee ranging from Rs 50,000 to Rs 50 lakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X