
સર્જિકલ સ્ટ્રાઈકને લઈ તેલંગાણાના સીએમ કેસી રાવે કર્યો મોટો દાવો
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન પણ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનો મુદ્દો જ ગરમાયેલો છે. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર કરેલ એર સ્ટ્રાઈકને લઈ રાજકારણમાં હજુ ણ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવે સર્જિકલ સ્ટ્રાઈકને લઈ મોટું નિવેદન આપ્યું છે અને પીએમ મોદી પર તેના દ્વારા નિશાન સાધ્યું છે.

યૂપીએ સરકારમાં 11 સર્જિકલ સ્ટ્રાઈક થઈ- કેસીઆર
સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દા પર પીએમ મોદી પર નિશાન સાધતા તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે શુક્રવારે કહ્યું કે આવા રણનૈતિક હુમલાના ક્યારેય ખુલાસા ન કરવામાં આવે. તેમણે દાવો કર્યો કે યૂપીએ-1ના શાસનકાળમાં 11 જેટલા આવા હુમલા કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ આ સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. પીએમ મોદીની રેલીના કલાકો બાદ તેઓ તેલંગાણામાં એક જનસભા સંબોધિત કરી રહ્યા હતા.

મોદી પર સાધ્યું નિશાન
પીએમ મોદીના નિવેદન 'પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોબમ્મદના ઠેકાણે એરસ્ટ્રાઈકમાં 300 લોકો માર્યા ગયા'ના સંદર્ભમાં કે ચંદ્રશેખર રાવે આ વાતો કહી. કેસીઆર 2006 સધી યૂપીએ કેબિનેટના સભ્ય હતા, પરંતુ તે બાદ તેમણે તેલંગાણા માટે અલગ રાજ્યના મુદ્દા પર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કે ચંદ્રશેખર રાવે પીએમ મોદીને પૂછ્યું કે આ પાંચ વર્ષના કાર્યકાળમાં શું સારું થયું જણાવો.

પીએમ મોદીના 'મૈં ભી ચૌકીદાર' પર પ્રહાર
કે ચંદ્રશેખર રાવે કહ્યું કે પીએમ મોદી ટીઆરએસ સરકાર વિરુદ્ધ વોટોની રાજનીતિ માટે જૂઠ ફેલાવી રહ્યા હતા. પીએમ મોદીના 'ચૌકીદાર' કેમ્પેન પર પ્રહાર કરતા કેસીઆરએ કહ્યું કે ચાવાળો ગયો અને ચૌકીદાર આવી ગયો. કે ચંદ્રશેખર રાવે ભાજપ અને કોંગ્રેસને પૂછ્યું કે બંને પાર્ટીઓ દેશમાં ઉપલબ્ધ જળ સંસાધન અને વીજળીનો ઉપયોગ કરવામાં કેમ નિષફળ રહી. ભાજપ-કોંગ્રેસ 70 વર્ષ દેશ પર રાજ કરવા છતાં વાસ્તવિક સમસ્યાઓનો હલ કેમ ન કાઢી શકી?
Video: જ્યારે અમિત શાહની પૌત્રીએ ભાજપની ટોપી પહેરવાની પાડી દીધી ના!