પ.બંગાળઃ અનાથાશ્રમમાંથી 11 મહિલાઓ ભાગી

ઉત્તરપારા પોલીસ મથકના એક અધિકારીએ કહ્યું કે એક અનાથાશ્રમથી 11 મહિલાઓ સોમવારે સવારે બારીમાંથી કૂદીને ભાગી ગઇ છે. જેમાં બે મહિલાઓ બાંગ્લાદેશી નાગરીક છે. પોલીસે જણાવ્યું કે ભાગીજનાર મહિલાઓમાં મોટાભાગની ઉત્તરીય 24 પરગનાની છે અને તેમને ભગાડીને મુંબઇ લઇ જવામાં આવી હતી. તેમને છોડાવીને 23 નવેમ્બરના રોજ અનાથાશ્રમમાં લાવવામાં આવી હતી.
અનાથાશ્રમના એક અધિકારીએ કહ્યુ કે મહિલાઓને જ્યારથી લાવવામાં આવી હતી, ત્યારથી જ તેઓ ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી. અધિકારીઓએ કહ્યું કે અમે જિલ્લા પ્રશાસનને ભાગેલી મહિલાઓ અંગે જાણકારી આપવામાં આવી છે. પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બનાવની તપાસ હાથ ધરાઇ છે. ભાગનારી તમામ મહિલાઓની ઉમર 35થી 40ની વચ્ચે છે.
આ વચ્ચે, પશ્ચિમ બંગાળ સરકારના મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ક્લાયણ મંત્રી સાવિત્રી મિત્રાએ આ વાતનો ઇન્કાર કર્યો છે કે સુરક્ષામાં ક્ષતિના કારણે મહિલાઓ અનાથાશ્રમમાંથી ભાગી ગઇ. તેમણે આ માટે મહિલાઓની પ્રવૃત્તિને જવાબદાર ઠેરવી છે.
સાવિત્રીએ કહ્યું કે અનાથાશ્રમની મહિલાઓમાં ભાગવાની પ્રવૃત્તિ રહેતી હોય છે. આ મામલામાં એ વાત સામે આવી છે કે તે ક્યારેય આશ્રમમાં રહેવા ઇચ્છતી હતી. અનાથાશ્રમન એક અધિકારીએ પણ કહ્યું કે મહિલાઓને જ્યારથી લાવવામાં આવી ત્યારથી તે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.












Click it and Unblock the Notifications
