માત્ર 30 રૂપિયા માટે કરી ગળુ દબાવી હત્યા

પ્રાપ્ત જાણકારી અનુસાર ગુરુવારે રાત્રે કન્નૌજ જિલ્લાના ગુરસહાયગંજ પોલીસ મથક હેઠળના ગઢિયા કછપુરા ગામમાં એક જાન આવી હતી. આ દરમિયાન જાનૈયાઓ ડાન્સ કરી રહ્યાં હતા અને પૈસા ઉછાળી રહ્યાં હતા. આ પૈસાને ગામના કેટલાક બાળકો પણ ઉઠાવી રહ્યાં હતા. આ દરમિયાન ગામના જ એક 11 વર્ષિય બાળક મોહિત કુમાર કુશ્વાહએ 30 રૂપિયા ઉઠાવ્યા. જેનો વિરોધ ગામના જ યુવક કિશોર કુશ્વાહે કર્યો અને પૈસા છીનવવાનો પ્રયાસ કરવા લાગ્યો.
મોહિતે પૈસા છૂપાવી દેતા કમલેશે તેની જોરદાર ધોલાઇ કરી અને પછી બેલ્ટ વડે તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. મોહિતનું મોત નીપજ્યાં બાદ કમલેશ તેના મૃતદેહને ખેતરમાં લઇ ગયો અને ત્યાં જ છોડીને જતો રહ્યો. શુક્રવાગરે સવારે ખેતરના માલિક રાજેશ કુમારની પત્ની ચારો કાપવા માટે ગઇ ત્યારે ત્યાં મોહિતનો મૃતદેહ પડ્યો હતો. જેની જાણકારી ગામવાળાઓને આપવામાં આવી હતી. ઘટનાની જાણકારી મળતા જ મોહિતના પિતા શેર સિંહ કુશ્વાહ અને અન્ય પરિવાર ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસ મથક પ્રભારી ઓપી સિંહે આ ઘટનાના સંબંધમાં અનેક લોકોની પૂછપરછ કરી. જાનૈયાના રૂપિયા ઉઠાવવા ગયેલા અન્ય બાળકો સાથે વાત કરતા આખી ઘટનાનો ખુલાસો થયો હતો. પોલીસે આરોપી કલમેશની ધરપકડ કરી લીધી છે.












Click it and Unblock the Notifications
