jammu kashmir assembly election 2024: 110 કરોડપતિ ઉમેદવારો લડી રહ્યા છે જમ્મુ કાશ્મીર ચૂંટણી
Jammu and Kashmir Assembly Election 2024: કલમ 370 નાબૂદ થયા બાદ પહેલીવાર જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 110 કરોડપતિ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં સૌથી અમીર ઉમેદવાર અબ્દુલ ગફાર સોફી છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરના રોજ થઈ રહ્યું છે, જે દસ વર્ષ પછી યોજાઈ રહી છે.
સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં 24 બેઠકો પરના 110 કરોડપતિ ઉમેદવારોના ભાવિનો પણ નિર્ણય લેવામાં આવશે. સૌથી અમીર ઉમેદવાર અબ્દુલ ગફાર સોફી છે.
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં સવારે 9 વાગ્યા સુધી 11.11 ટકા મતદાન થયું છે. જમ્મુ અને કાશ્મીરના કુલવામા ડેપ્યુટી કમિશનર આઈએએસ અથર આમિરે જણાવ્યું હતું કે, તમામ જગ્યાએ સારી રીતે મતદાન થઈ રહ્યું છે. આપણે જોઈ રહ્યા છીએ કે, સવારથી જ ઘણી જગ્યાએ લાંબી કતારો છે, અને લોકો મતદાન કરી રહ્યા છે.
સવારે 9 વાગ્યા સુધી મતદાનની ટકાવારી
- અનંતનાગ-10.26 ટકા
- ડોડા 12.90 ટકા
- કિશ્તવાડ-14-83 ટકા
- કુલગામ 10.77 ટકા
- પુલવામા 9.18 ટકા
- રામબન 11.91 ટકા
- શોપિયન 11.44 ટકા

જમ્મુ અને કાશ્મીરમાં કુલ મતદારો - જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કામાં સાત જિલ્લાની આ 24 બેઠકો પર 23.27 લાખ મતદારો છે. 24 બેઠકોમાંથી 8 બેઠકો જમ્મુ વિભાગની છે અને 16 બેઠકો કાશ્મીર ઘાટીની છે. મહત્તમ 7 બેઠકો અનંતનાગની છે અને ઓછામાં ઓછી 2 બેઠકો શોપિયાં અને રામબન જિલ્લાની છે.
કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો કરોડપતિ?
- પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) - 18
- નેશનલ કોન્ફરન્સ (NC) - 16
- ભારતીય જનતા પાર્ટી (BJP) - 8
- ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP) - 5
- CPIM - 1
- જેડી(યુ) - 1
- આમ આદમી પાર્ટી - 1
જમ્મુ અને કાશ્મીરના ત્રણ સૌથી ધનિક ઉમેદવારો
- અબ્દુલ ગફાર સોફી, પીડીપી - રૂપિયા 66 કરોડ
- ઇમ્તિયાઝ અહેમદ શાન, પીડીપી - રૂપિયા 34 કરોડ
- રફી અહેમદ મીર, અપની પાર્ટી - રૂપિયા 32 કરોડ
જમ્મુ અને કાશ્મીરના ત્રણ સૌથી ગરીબ ઉમેદવારો (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના અહેવાલ મુજબ)
- જાવિદ અહેમદ ચોપન, અપક્ષ - રૂપિયા 5000
- રિયાઝ અહેમદ સોફી, અપક્ષ - રૂપિયા 10,000
- ફયાઝ અહેમદ સોફી, AAP - રૂપિયા 10000
પ્રથમ તબક્કામાં 219 ઉમેદવારોની મિલકતો - જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2019માં વિવિધ પક્ષોના 219 ઉમેદવારો છે, જેમની સરેરાશ સંપત્તિ 3 કરોડ રૂપિયા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા ઉમેદવારોના ચૂંટણી એફિડેવિટના આધારે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 50 ટકા એટલે કે 219 ઉમેદવારોમાંથી 110 કરોડપતિ છે.
આ 110 કરોડપતિ ઉમેદવારોની પાસે એક કરોડ કે, તેથી વધુની સંપત્તિ છે. મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પાસે 21માંથી 18 ઉમેદવારો કરોડપતિ છે.












Click it and Unblock the Notifications
