For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ત્રણ વર્ષમાં રેપના 1.10 લાખ કરતા પણ વધારે કેસ નોંધાયા: કિરણ રિજિજૂ

ભારતમાં મહિલાઓ વિરુદ્ધ યૌન અપરાધ વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર અનુસાર વર્ષ 2014 થી 2016 દરમિયાન ભારતમાં બળાત્કારના 1,10,333 કેસ નોંધવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતમાં મહિલાઓ વિરુદ્ધ યૌન અપરાધ વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર અનુસાર વર્ષ 2014 થી 2016 દરમિયાન ભારતમાં બળાત્કારના 1,10,333 કેસ નોંધવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ ઘ્વારા બુધવારે રાજ્યસભામાં તેના વિશે જાણકારી આપતા જણાવવામાં આવ્યું કે વર્ષ 2016 દરમિયાન બળાત્કારના 38,947 કેસ નોંધવામાં આવ્યા. જયારે વર્ષ 2015 દરમિયાન 34,651 કેસ નોંધાયા અને વર્ષ 2014 દરમિયાન 36,735 કેસ નોંધવામાં આવ્યા હતા.

મહિલાઓ વિરુદ્ધ અપરાધ રોકવા માટે સખત પગલાં લીધા

મહિલાઓ વિરુદ્ધ અપરાધ રોકવા માટે સખત પગલાં લીધા

ઇન્ડિયન એક્સપ્રેસ ખબર અનુસાર કિરણ રિજિજૂ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત સરકારે રાજ્યોં અને કેન્દ્ર શાશિત પ્રદેશોને મહિલાઓ વિરુદ્ધ અપરાધો રોકવાના ઉપાય કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેના હેઠળ નિર્દેશ આપવામાં આવ્યો છે કે મહિલા અપરાધોમાં એફઆઈઆર ફરજીયાત દાખલ કરવામાં આવે પીડિતાને વળતળ આપવાની નીતિ સક્રિય રીતે કામ કરે.

મહિલાઓ માટે દિલ્હી અને હરિયાણા સુરક્ષિત નથી

મહિલાઓ માટે દિલ્હી અને હરિયાણા સુરક્ષિત નથી

આપણે જણાવી દઈએ કે આ પહેલા એનસીઆરબી રિપોર્ટે દેશને શર્મસાર કર્યો હતો. એનસીઆરબી ઘ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં મહિલાઓ અને બાળકીઓ સાથે થઇ રહેલા અપરાધ ઓછા નથી થઇ રહ્યા અને આ અપરાધ લિસ્ટમાં દેશની રાજધાની દિલ્હી પહેલા નંબરે છે. જયારે ગેંગરેપ મામલે હરિયાણા સૌથી આગળ છે. આંકડાઓ અનુસાર મહિલાઓ માટે દિલ્હી અને હરિયાણા સુરક્ષિત નથી.

હરિયાણામાં ગેંગરેપ મામલે 191 કેસ નોંધાયા છે

હરિયાણામાં ગેંગરેપ મામલે 191 કેસ નોંધાયા છે

એનસીઆરબી અનુસાર 1 જાન્યુઆરી 2017 થી 30 નવેમ્બર સુધીમાં રાજ્યમાં 1238 મહિલાઓ સાથે ગેંગરેપ કેસ નોંધવામાં આવ્યા. જેનો મતલબ કે રાજ્યમાં રોજ ચાર મહિલાઓ સાથે સામુહિક દુષ્કર્મ ઘટનાઓ થઇ રહી છે. જયારે 2432 કેસ મહિલાઓ અને યુવતીઓના અપહરણના હતા. વર્ષ 2016 દરમિયાન હરિયાણામાં 191 કેસ નોંધવામાં આવ્યા.

રેપ અને ઉત્પીડન મામલામાં હરિયાણા પછી ઉત્તરપ્રદેશનો નંબર

રેપ અને ઉત્પીડન મામલામાં હરિયાણા પછી ઉત્તરપ્રદેશનો નંબર

હરિયાણા પછી રેપ અને ઉત્પીડન મામલામાં ઉત્તરપ્રદેશનો નંબર આવે છે. ત્યારપછી પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો નંબર આવે છે. આ રાજ્યોમાં આવી ઘટનાઓ સતત વધી રહી છે.

English summary
As many as 1,10,333 cases of rape were registered in the country between 2014-16, Union Minister Kiren Rijiju said on Wednesday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X