For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના રનોત, અદનાન સામી, પીવી સિંધુ સહિત 119 લોકોને પદ્મ પુરસ્કારથી કરવામાં આવ્યા સમ્માનિત, જુઓ આખી યાદી

કંગના રનોત, ગાયક અદનાન સામી, બેડમિંટન ખેલાડી પીવી સિંધુ સહિત 119 લોકોને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લી રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પદ્મ પુરસ્કાર સમારંભમાં બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત, ગાયક અદનાન સામી, બેડમિંટન ખેલાડી પીવી સિંધુ સહિત 119 લોકોને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. પદ્મ પુરસ્કાર સમારંભમાં બધા લોકોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સમ્માનિત કર્યા. આ સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વર્ષે 119 પદ્મ પુરસ્કાર આપ્યા છે. જેમાંથી 7 પદ્ વિભૂષણ છે, 10 પદ્મ ભૂષણ છે અને 102 પદ્મ શ્રી અવૉર્ડ છે. આ પુરસ્કારને મેળવનારમાં 29 મહિલાઓ છે. વળી, 16 એવા લોકો છે જેને મરણોપરાંત પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે અને 1 ટ્રાન્સજેન્ડર પણ શામેલ છે.

kangana

જાણો કયા-કયા લોકોને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા

કંગના રનોત અને ગાયક અદનાન સામીને પદ્મ શ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે. વળી, બેડમિંટન ખેલાડી પીવી સિંધુને પદ્મ ભૂષણથી સમ્માનિત કર્યા. હૉકી ખેલાડી રાની રામપાલને પદ્મ શ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. ભારતની પહેલી મહિલા એર માર્શલ પદ્મા બંદોપાધ્યાયને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે. પ્રખ્યાત હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક પંડિત છન્નૂલાલ મિશ્રાને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મરણોપરાંત પદ્મ વિભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. તેમની દીકરી બંસુરી સ્વરાજે પુરસ્કાર ગ્રહણ કર્યો. કલાની દુનિયામાંથી આ વર્ષે પદ્મશ્રી કરણ જોહર, એકતા કપૂર અને દિવંગત ગાયક એસપી બાલાસુબ્રમણ્યમને પણ આપવામાં આવશે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ બધા પદ્મ પુરસ્કાર મેળવનાર લોકોના નામ ટ્વિટ દ્વારા શેર કર્યા છે. તમે આ ટ્વિટમાં આ વર્ષના 119 પદ્મ પુરસ્કાર વિજતાઓના નામ જોઈ શકો છો.

આ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન કંગના રનોતે પદ્મ પુરસ્કાર મળવા વિશે કહ્યુ હતુ કે તે કરણ જોહરને આ સમ્માન માટે અભિનંદન આપે છે. કંગનાએ કહ્યુ હતુ, 'મને લાગે છે કે તે સંપૂર્ણપણે આ પુરસ્કારના હકદાર છે. એક નિર્માતા તરીકે તે જે રીતની ફિલ્મોનુ સમર્થન કરે છે, પછી તે કેસરી હોય કે ગુડ ન્યૂઝ, તે પ્રશંસનીય છે. જે મુકામ મેળવવા માટે તેમણે કામ કર્યા છે. ભલે તેમના પિતાએ સારી શરુઆત કરી હોય પરંતુ તે પોતાના પ્રયાસો અને યોગ્યતાના કારણે આ સ્થાને પહોંચ્યા છે.'

English summary
119 Padma Awards to be presented by President Ram Nath Kovind, Know details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X