અખિલેશના મંત્રીમંડળમાં 12 નવા મંત્રીઓનો સમાવેશ

રાજ્યપાલ બી.એલ.જોશીએ રાજભવનના મુખ્ય સભાગારમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવ, સમાજવાદી પાર્ટી, સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ, સ્વાસ્થ્ય મંત્રી અહેમદ હસન, તથા કેટલાક અન્ય વરિષ્ઠ મંત્રીઓની હાજરીમાં નવા મંત્રીઓના પદ અને ગોપનિયતાની શપથ ગ્રહણ કરાવ્યા હતા.
સમાજવાદી પાર્ટીના પ્રાંતિય પ્રવક્તા તથા વિધાન પરિષદ સભ્ય રાજેન્દ્ર ચૌધરીના કેબિનેટ મંત્રી, વિજય કુમાર મિશ્રને રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તથા વિનોદ કુમાર ઉર્ફ પંડિત સિંહ, પવન પાંડે, ગાયત્રી પ્રજાપતિ, મનોજ કુમાર પાંડે, વિજય કુમાર મિશ્ર, રામ મૂર્તિ વર્મા, વિજય બહારદુર પાલ, આલોક કુમાર શાક્ય, રામ સકલ ગુર્જર, સપા મહાસચિવ રામનરેશ અગ્રવાલના પુત્ર નિતિન અગ્રવાલ તથા યોગેશ પ્રતાપ સિંહને રાજ્યમંત્રી પદના શપથ અપાવ્યા હતા.
આ સાથે જ અખિલેશ યાદવ સરકારના મંત્રીમંડળની સભ્ય સંખ્યા વધીને 58 થઇ ગઇ છે. મંત્રીમંડળમાં સદનની કુલ સભ્ય સંખ્યાના 15 ટકા બરાબર મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે.
આ પહેલાં ગત 15 માર્ચના રોજ મુખ્યમંત્રી સહિત 48 મંત્રીઓએ પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. તેમાંથી ખેલમંત્રી કામેશ્વર ઉપાધ્યાયનું નિધન થઇ ગયું છે જ્યારે રાજસ્વ રાજ્યમંત્રી વિનોદ કુમાર ઉર્ફ પંડિત સિંહ ઉપર ગોંડાના મુખ્ય ચિકિત્સાધિકારીને ધમકાવવાના આરોપોના કારણે તેમનું રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું જોકે પંડિત સિંહને બીજીવાર મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
