For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 વર્ષની છોકરીનો 12 વર્ષના છોકરાએ રેપ કર્યો, ગર્ભવતી થઇ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાથી રેપની હેરાન કરતી ઘટના સામે આવી છે. પાલઘર જિલ્લાના એક ગામમાં 10 વર્ષની બાળકી સાથે એક નાબાલિકે કથિત રૂપે વારંવાર બળાત્કાર કર્યો, જેને કારણે તે ગર્ભવતી થઇ ગઈ.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાથી રેપની હેરાન કરતી ઘટના સામે આવી છે. પાલઘર જિલ્લાના એક ગામમાં 10 વર્ષની બાળકી સાથે એક નાબાલિકે કથિત રૂપે વારંવાર બળાત્કાર કર્યો, જેને કારણે તે ગર્ભવતી થઇ ગઈ. પોલીસે જણાવ્યું કે બાળકીના માતાપિતાની ફરિયાદ નોંધ્યા પછી 12 વર્ષના નાબાલિક સામે કેસ નોંધવામાં આવ્યો છે.

rape

મોખાડા પોલીસ ચોકીના એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે 10 વર્ષની બાળકી અને 12 વર્ષની છોકરો પાડોશી હતા. પોલીસ અનુસાર છોકરો છેલ્લે ચાર મહિનાથી બાળકી સાથે બળાત્કાર કરતો હતો. પોલીસ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે થોડા દિવસ પહેલા બાળકીના પેટમાં દર્દ થવા લાગ્યું. ત્યારપછી તેના માતાપિતા ઉપચાર માટે તેને હોસ્પિટલ લઇ ગયા.

આ પણ વાંચો: બોયફ્રેન્ડ સામે 12 લોકોએ તેની ગર્લફ્રેંડનો ગેંગરેપ કર્યો

ડોક્ટરે જયારે બાળકીનો મેડિકલ ચેકઅપ કર્યો ત્યારે ખબર પડી કે તે ગર્ભવતી છે. પીડિતાના માતાપિતા ઘ્વારા જયારે પૂછવામાં આવ્યું ત્યારે તેને બળાત્કાર વિશે જાણકારી આપી. આ સાંભળીને પીડિતાના માતાપિતા હેરાન થઇ ગયા. ત્યારપછી તેમને નાબાલિક છોકરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો: 1 વર્ષથી શરાબી પિતા પોતાની 14 વર્ષની દીકરીનો રોજ રેપ કરતો હતો

છોકરા વિરુદ્ધ આઇપીસી ધારા 376 પોક્સો અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અનુસાર છોકરાની હજુ ધરપકડ નથી કરવામાં આવી. પોલીસ હજુ પણ આ મામલે જાંચ કરી કરી રહી છે.

English summary
12 year old boy rapes 10 year old girl for four months, makes her pregnant in Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X