1 વર્ષથી શરાબી પિતા પોતાની 14 વર્ષની દીકરીનો રોજ રેપ કરતો હતો
બિહારના પટના જિલ્લામાં બાપ અને દીકરાના સંબંધને હચમચાવી નાખે તેવી ખબર આવી છે. અહીં એક પિતા પર પોતાની જ દીકરી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો છે.
બિહારના પટના જિલ્લામાં બાપ અને દીકરાના સંબંધને હચમચાવી નાખે તેવી ખબર આવી છે. અહીં એક પિતા પર પોતાની જ દીકરી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પિતા પોતાની દીકરીને ગભરાવીને 1 વર્ષથી તેનો રેપ કરી રહ્યો હતો. જયારે દીકરી વિરોધ કરતી ત્યારે ઝેર આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. મહિલાએ પોતાના પતિ પર 1 વર્ષથી પોતાની જ દીકરી સાથે રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ જણાવ્યું કે હેવાન બાપ ઘરમાં દીકરીને એકલી જોઈને તેની સાથે અશ્લીલ હરકત કરતો હતો.

પિતાની ગંદી આદતથી પરેશાન થઈને આખરે એક દિવસે દીકરીએ હિમ્મત ભેગી કરીને માતાને આખી વાત જણાવી. ત્યારપછી માતાએ દીકરી સાથે દાનાપુર ચોકીમાં ફરિયાદ નોંધાવી. માતાએ રડતા રડતા જણાવ્યું કે જયારે તે કામ કરવા માટે બહાર જતી હતી ત્યારે તેનો પતિ દીકરી સાથે ખોટું કામ કરતો હતો. દીકરાના કપડાં ઉતારીને તેની સાથે દુષ્કર્મ કરતો હતો તેને જણાવ્યું કે લગભગ 1 વર્ષથી પીડિતા સાથે આવું થતું રહ્યું છે.
આ પણ વાંચો: જ્યુસમાં નશાની દવા મેળવીને પીવડાવ્યું, કારમાં મહિલા સાથે ગેંગરેપ
પીડીતાએ પણ પોલીસને જણાવ્યું કે માતાની ગેરહાજરીમાં પિતા દારૂની હાલતમાં તેની સાથે દુષ્કર્મ કરતો હતો જયારે તે વિરોધ કરતી ત્યારે માતાને મારી નાખવાની ધમકી આપતો હતો. પોલીસે જણાવ્યું કે તેમને ફરિયાદ નોંધી લીધી છે અને આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પીડિતાને જાંચ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે.
આ પણ વાંચો: 125 મહિલાઓ, યુવતીઓ સાથે રેપ, બાળકીઓને પણ નહીં છોડી












Click it and Unblock the Notifications
