ગેમ રમતી વખતે મોબાઈલ ફોનની બેટરીમાં ધમાકો, બાળક ઘાયલ

આજના સમયમાં હંમેશા જોવા મળે છે કે બાળકોને મોબાઈલ ફોનમાં ગેમ રમવી ખૂબ ગમે છે. જો તમારુ બાળક પણ મોબાઈલ ફોનમાં ગેમ રમે છે તો આ સમાચાર આપના માટે છે.

આજના સમયમાં હંમેશા જોવા મળે છે કે બાળકોને મોબાઈલ ફોનમાં ગેમ રમવી ખૂબ ગમે છે. જો તમારુ બાળક પણ મોબાઈલ ફોનમાં ગેમ રમે છે તો આ સમાચાર આપના માટે છે. રાજસ્થાનમાં 12 વર્ષનું એક બાળક મોબાઈલ ફોનમાં ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન ફોનની બેટરીમાં ધમાકો થઈ ગયો. આ ઘટનામાં બાળક ઘાયલ થઈ ગયુ. તેના શરીરના ઘણા ભાગોમાં ઈજા પહોંચી છે. પરિવારજનોએ તરત જ બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યુ છે. હાલમાં તેને સારુ છે.

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાનો મામલો

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાનો મામલો

સમગ્ર મામલો રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાનો છે. અહીંના મિસરોલી વિસ્તારમાં 1 બાળક રવિવારે પોતાના ઘરે મોબાઈલ ફોનમાં ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન ફોનની બેટરીમાં ધમાકો થઈ ગયો. આ ઘટનામાં બાળકના માથા, ચહેરા અને કાનના નીચેના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિવારજનોએ તરત જ બાળકને એસઆરજી હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.

મોબાઈલ ફોનમાં ગેમ રમવા દરમિયાન બની ઘટના

મોબાઈલ ફોનમાં ગેમ રમવા દરમિયાન બની ઘટના

મિસરોલી પોલિસ સ્ટેશનમાં એએસઆઈના કન્હૈયા લાલે જણાવ્યુ કે બાળકની ઓળખ રોહિત મેઘવાળ તરીકે થઈ છે તેમણે જણાવ્યુ કે મોબાઈલ ફોનમાં ગેમ રમતી વખતે અચાનક બેટરીમાં ધમાકો થઈ ગયો. જેના કારણે બાળકના ચહેરા, જમણા હાથ અને જમણા કાનના નીચેના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.

ચાઈનીઝ મોબાઈલમાં થયો ધમાકો

ચાઈનીઝ મોબાઈલમાં થયો ધમાકો

એએસઆઈ કન્હૈયા લાલે જણાવ્યુ કે જે બાળક ઘાયલ થયો છે તે પેડાવા પોલિસ સ્ટેશનના ધાતુરિયા કાલા ગામનો રહેવાસી છે. તેમણે જણાવ્યુ કે જે ફોનમા ધમાકો થયો તે ચીનમાં બનેલો મોબાઈલ ફોન હતો. હાલમાં બાળકની સ્થિતિ એવી નથી કે તે પોતાનું નિવેદન નોંધાવી શકે. એએસઆઈએ આગળ જણાવ્યુ કે આ એક્સિડેન્ટલ કેસ છે અને આ મામલે હજુ કોઈ કેસ દાખલ થયો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X