દિલ્લીઃ 12 વર્ષની માસુમ બાળકી પર બર્બરતાપૂર્વક રેપ કરનાર આરોપી પકડાયો
રાજધાની દિલ્લીમાં 12 વર્ષની માસૂમ બાળકી પર બર્બરતાપૂર્વક રેપ કરનાર આરોપી છેવટે પોલિસના હાથે લાગી ગયો છે.
રાજધાની દિલ્લીમાં 12 વર્ષની માસૂમ બાળકી પર બર્બરતાપૂર્વક રેપ કરનાર આરોપી છેવટે પોલિસના હાથે લાગી ગયો છે. બાળકી સાથે રેપની કોશિશ બાદ આરોપીઓ ધારદાર હથિયારથી તેના પર હુમલો પણ કર્યો હતો. જેના કારણે તેની હાલત નાજુક જણાવાઈ રહી છે. આરોપી દિલ્લીના મંગોલપુરીનો રહેવાસી છે અને એક ફેક્ટરીમાં કામ કરે છે. 2006માં થયેલી એક હત્યાની ઘટનામાં પણ તેનો હાથ હતો.

જોઈન્ટ સીપી શાલિની સિંહના જણાવ્યા મુજબ આરોપી લૂંટફાટ કરતો હતો. 4 ઓગસ્ટે બાળકીએ તેને લૂંટફાટ કરતા જોઈ લીધો. જેના કારણે આરોપીએ તેની સાથે બર્બરતા કરી. આ દરમિયાન તેણે બાળકીને કાતરના ઘા પણ માર્યા હતા. ઘટના બાદ ગંભીર હાલતમાં મળેલી બાળકીને દિલ્લીની સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેની હાલત જોઈને ડૉક્ટરોના રૂંવાડા ઉભા થઈ ગયા અને તેમણે તેને એઈમ્સમાં રિફર કરી દીધી. એઈમ્સ પ્રશાસનના જણાવ્યા મુજબ બાળકીની હાલત નાજુક છે.
દિલ્લીના પશ્ચિમ વિહારમાં રેપ અને જાનલેવા હુમલાનો શિકાર બનેલી બાળકીને મળવા સીએમ અરવિંદ કેજરીવાલ ગુરુવારે એઈમ્સ પહોંચ્યા હતા. આ દરમિયાન બાળકીના પરિવારજનો સાથે પણ મુખ્યમંત્રીએ મુલાકાત કરી. એઈમ્સની બહાર મીડિયા સાથે વાત કરીને બાળકીના પરિવારજનોને દસ લાખની આર્થિક મદદ કરવાનુ વચન આપ્યુ. વળી, બીજી તરફ અરવિંદ કેજરીવાલ જ્યારે એઈમ્સ પહોંચ્યા તો તેમણે કોંગ્રેસ કાર્યકર્તાઓના વિરોધનો પણ સામનો કરવો પડ્યો.












Click it and Unblock the Notifications
