For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરનેટ પર લગ્ન નોંધણીમાં 124 ટકાનો ઉછાળો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 ઓક્ટોબર : ભારતમાં તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર ઇન્ટરનેટ પર મેરેજ રજિસ્ટ્રેશનમાં ઉછાળો આવ્યો છે. વૈવાહિક પોર્ટલ પર વર અથવા વધૂની શોધ કરવા માટેની નોંધણીમાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઇ દરમિયાન 124 ટકાનો જોરદાર ઉછાળો નોંધવામાં આવ્યો છે.

આઇએએમએઆઇ અને આઇએમઆરબી દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ટરનેટ ઇકોનોમી વોચ ડેટાના અનુસાર વૈવાહિત પોર્ટલ પર વર અથવા વધૂ અંગેની માહિતી અપલોડ કરવાના મામલે આ વર્ષે જાન્યુઆરી બાદ ઘણી તેજી આવી છે. જાન્યુઆરીથી જુલાઇ સુધીના 7 માસના સમયગાળામાં 124 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે. આ વૃદ્ધિ મુજબ જાન્યુઆરી 2013માં આવી રજિસ્ટર્ડ પ્રોફાઇલની સંખ્યા 8.50 લાખ હતી. જ્યારે જુલાઇ 2013ના અંતમાં આ સંખ્યા વધીને 19.10 લાખ સુધી પહોંચી ગઇ હતી.

stock-market

ભારતીય ઇન્ટરનેટ અને મોબાઇલ એસોસિએશનના જણાવ્યા અનુસાર ડિજિટલ ઉદ્યોગ માટે આ સારા સમાચાર છે. આ બાબત એ વાતને સમર્થન આપે છે કે ગ્રાહકો હવે ડિજિટલ મીડિયાને ગંભીરતાથી લઇ રહ્યા છે. ગ્રાહકોનો વિશ્વાસ ઇન્ટરનેટ કે ઓનલાઇન પ્રોડક્ટ્સ પર વધ્યો છે. સર્વેક્ષણમાં 28 વૈવાહિક પોર્ટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

English summary
124 percent jump in marriage registration on internet portal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X