For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13 ફેબ્રુઆરીથી અમદાવાદ-નાસિક ડાયરેક્ટ ફ્લાઈટ, શિરડી જવુ સરળ બનશે

કેન્દ્ર સરકારની ‘ઉડાન યોજના' અંતર્ગત અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફ્લાઈટ સર્વિસ શરૂ થવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારની 'ઉડાન યોજના' અંતર્ગત અમદાવાદથી નાસિકની ડાયરેક્ટ ફ્લાઈટ સર્વિસ શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ તેમજ નાસિક સાથે આગામી 13 ફેબ્રુઆકીથી કુલ 13 માર્ગો પર આ સર્વિસ ઉપલબ્ધ હશે. તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે ડીસી એરપોર્ટથી જેસલપુર-જોધપુર-અમદાવાદ માટે ફ્લાઈટ્સ શરૂ કરવાની વાત કહી હતી જેથી ગુજરાત પડોશી રાજ્ય રાજસ્થાનથી સીધા જોડાઈ શકે.

આટલુ રાખવામાં આવ્યુ છે ભાડુ

આટલુ રાખવામાં આવ્યુ છે ભાડુ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓની બેઠક થઈ. આ બેઠક ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં થઈ જેમાં અમદાવાદથી નાસિક સુધી આ ફ્લાઈટ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફ્લાઈટ શરૂ થવાથી ગુજરાતના તીર્થયાત્રીઓને શિરડી, શનિ શિંગડાપુર અને ત્ર્યંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળોનો લાભ મળશે. આ ફ્લાઈટ માટે 70 મુસાફરોની ક્ષમતાવાળા એટીઆર-72 વિમાનનો ઉપયોગ કરવામાં આવશે જેમાં 35 સીટો આરસીએસ એટલે કે સ્થાનિક હવાઈ સંપર્ક યોજના હેઠળ શામેલ કરવામાં આવશે. ટિકિટનો દર 2060 રૂપિયા રાખવામાં આવ્યો છે.

13 અન્ય માર્ગો પર શરૂ થશે ફ્લાઈટ

13 અન્ય માર્ગો પર શરૂ થશે ફ્લાઈટ

હાલમાં મુંબઈથી પોરબંદર અને કંડલા તેમજ અમદાવાદથી હુબલી, જેસલમેર, કંડલા, પોરબંદર અને સુરતથી જેસલમેર જવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે રાજ્યમાં હવાઈ સેવાઓનો ત્રીજો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ સેવાઓ વોટર ડ્રોમ અને 13 અન્ય માર્ગો પર શરૂ કરવામાં આવશે. ચૂડાસમાએ કહ્યુ કે આરસીએસ યોજનાનો લાભ મેળવવા માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કેવી રીતે શરૂ કરી શકાય તેના પર ચર્ચા થઈ હતી. કેન્દ્રીય મંત્રાલયને એ પણ જોવા માટે કહેવામાં આવ્યુ છે કે શું ડીસાથી રાજસ્થાન માટે ઉડાન યોજના હેઠળ હવાઈ સેવા શરૂ કરવામાં આવી શકે છે.

અહીં પણ પહોંચી શકાશે

અહીં પણ પહોંચી શકાશે

સાબરમતી રિવરફ્રંટથી વોટર ડ્રોમ એરિયા સુધી, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને સુરત અને સાબરમતી રિવરફ્રંટથી લઈને શેત્રુંજી ડેમ સુધી સી- પ્લેન દ્વારા હવાઈ સેવા શરૂ થશે. આના પર કેન્દ્ર અને ગુજરાત સરકાર બંને કામ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ફ્લાઈટ્સ શરૂ કરવા માટે 28 જાન્યુઆરીથી ટેન્ડર અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા ઓગસ્ટ 2019 સુધી ખતમ થઈ જશે અને હવાઈ સેવા શરૂ થઈ જશે.

13 માર્ગો, જ્યાંથી ફ્લાઈટો શરૂ થશે...

13 માર્ગો, જ્યાંથી ફ્લાઈટો શરૂ થશે...

1. બેલગામથી વડોદરા અને અમદાવાદ સુધી
2. કિશનગઢથી અમદવાદ
3. દિલ્લીથી જામનગર
4. અમદાવાદથી ઉદયપુર, અમરેલી
5. સુરતથી ભાવનગર, રાજકોટ
6. બેલગામથી સુરત કિશનગઢ, સુરત, બેલગામ
7. બેંગલોરથી જામનગર, હૈદરાબાદ, જામનગર, બેંગલોર
8. હેડનથી જામનગર, ગોવા, જામનગર, હૈદરાબાદ
9. સુરત, ભાવનગર, મુંબઈ, સુરત
10. માંડવી, સુરત, ઉજ્જૈન, સુરત, લોનાવાલા
11. એમ્બીવેલી, સુરત, બારામતી અને સુરત
12. અમદાવાદ ઉજ્જૈન ઈન્દોર
13. દાંતિયા ઈન્દોર, ચિંદવાડા, ઈન્દોર, ઉજ્જૈન અમદાવાદ

આ પણ વાંચોઃ વારાણસીથી જ પીએમ નરેન્દ્ર મોદી લડશે લોકસભા ચૂંટણીઆ પણ વાંચોઃ વારાણસીથી જ પીએમ નરેન્દ્ર મોદી લડશે લોકસભા ચૂંટણી

English summary
13 New direct flights will starts 13 february, Includes ahmedabad to nasik
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X