ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભયાનક આગમાં 13 લોકો દાઝ્યા, તપાસના આદેશ

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં હોળી ઉત્સવ દરમિયાન ભયાનક આગ લાગતા 13 લોકો દાઝ્યા છે. આ ઘટના બાદ હાઈલેવલ તપાસના આદેશ અપાયા છે.

મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આરતી દરમિયાન આગ લાગી, જેમાં પૂજારી સહિત 13 લોકો દાઝ્યા છે. આગમાં દાઝી ગયેલા 13 લોકોમાંથી 8ને ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે.

Ujjain s Mahakal temple

આ અકસ્માત મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન થયો. ભસ્મ આરતી દરમિયાન ઉડેલા ગુલાલને કારણે આગ લાગી, જેમાં પૂજારી સહિત 13 લોકો ઘાયલ થયા.

જો કે આગ પર સમયસર આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ઘટના બાદ ઉજ્જૈનના હાઈ લેવલ અધિકારીઓ ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા છે.

ઉજ્જૈનના કલેક્ટર નીરજ કુમાર સિંહે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સોમવારની ભસ્મ આરતી દરમિયાન થયેલી આગચંપીની ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે.

સમગ્ર ઘટનાની તપાસ મુખ્ય કાર્યકારી અધિકારી જિલ્લા પંચાયત મૃણાલ મીના અને અધિક કલેક્ટર ઉજ્જૈન અનુકુલ જૈન કરશે. કલેક્ટર સિંઘે તપાસ સમિતિને 3 દિવસમાં રિપોર્ટ સોંપવા સૂચના આપી છે.

આ ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, મુખ્યમંત્રી મોહન યાદવ સાથે વાત કરી અને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આગની ઘટના અંગે માહિતી મેળવી. સ્થાનિક પ્રશાસન ઘાયલોને મદદ અને સારવાર આપી રહ્યું છે. હું બાબા મહાકાલને પ્રાર્થના કરું છું કે ઘાયલો ઝડપથી સાજા થાય.

સીએમ ડો.મોહન યાદવે ટ્વીટ કરીને લખ્યું કે, બાબા મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન આજે સવારે જે અકસ્માત થયો તે દુઃખદ છે. હું સવારથી જ પ્રશાસનના સંપર્કમાં છું. બધું નિયંત્રણમાં છે. બાબા મહાકાલને પ્રાર્થના છે કે તમામ ઘાયલો જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય.

માનવામાં આવે છે કે હોળીનો તહેવાર દેશમાં સૌથી પહેલા ધાર્મિક શહેર ઉજ્જૈનમાં ઉજવવામાં આવે છે, જ્યાં મહાકાલેશ્વર મંદિરથી સમગ્ર દેશમાં હોળીની શરૂઆત થાય છે. હોળીનો તહેવાર મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી સાથે શરૂ થાય છે, જ્યાં પૂજારીઓ ભગવાન સાથે હોળી રમે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X