Indore Bawari Accident : ઈન્દોરના બાવડી મંદિરની છત તૂટવાને કારણે 13 લોકોના મોત, 20 લોકો બચાવાયા

Indore Bawari Accident : મધ્ય પ્રદેશના ઈન્દોરના બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં રામનવમી પર મોટો અકસ્માત થયો છે. આ મંદિરની છત તૂટવાને કારણે 30 થી વધુ લોકો 40 ફુટ ઉંડી બાવડીમાં પડી ગયા હતા. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. આ સાથે રેસ્ક્યૂ ટીમે 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન સમાપ્ત થઇ ગયું છે.

ઈન્દોરના કલેક્ટર ઇલ્યા રાજાએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મામલે ન્યાયિક તપાસ થશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઈન્દોરના કલેક્ટર સાથે વાત કરી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનો અને ઘાયલોને આર્થિક સહાયની જાહેરાત કરી છે.

 Indore Bawari Accident

અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે 20 ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

બચાવ કામગીરીને લઈને મુખ્યમંત્રીએ આપી આ સૂચનાઓ

બચાવ કામગીરીને લઈને મુખ્યમંત્રીએ આપી આ સૂચનાઓ

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઈન્દોરના કલેક્ટર અને ઈન્દોરના કમિશનર સાથે ફોન પર ચર્ચા કરીને બચાવ કાર્યને ઝડપી બનાવવાસૂચના આપી છે.

મુખ્યમંત્રી કાર્યાલય ઈન્દોર જિલ્લા વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે. ઈન્દોર પોલીસના ટોચના અધિકારીઓ, જિલ્લાવહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

વધુ પડતા વજનના કારણે તૂટી પડી છત

વધુ પડતા વજનના કારણે તૂટી પડી છત

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સપના સંગીતા રોડ પર સ્થિત સ્નેહ નગરમાં હવન દરમિયાન થયો હતો. કન્યા પૂજનનોકાર્યક્રમ હતો એટલે મંદિરમાં ખૂબ ભીડ હતી.

વાવની અગાસી પર 30 થી વધુ લોકો બેઠા હતા. એટલા માટે વધારે વજનના કારણે તેની છત તૂટી ગઈ. લોકો 40 ફૂટ નીચે પડ્યા હતા. આ મંદિર લગભગ 60 વર્ષ જૂનું છે.

PM મોદીએ વ્યક્ત કર્યો શોક

PM મોદીએ વ્યક્ત કર્યો શોક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈન્દોર અકસ્માત અંગે મુખ્યમંત્રી શિવરાજ પાસેથી માહિતી લીધી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે,ઈન્દોરમાં બનેલી ઘટનાથી તેઓ ખૂબ જ દુઃખી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાત કરી અને સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યમાં ઝડપથી આગળ વધી રહી છે. મારી પ્રાર્થના તમામ અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X