13 વર્ષની કિશોરી પર 9 નરાધમોએ વારંવાર રેપ કર્યો, જેની-જેની પાસે મદદ માગી તેણે જ કરી હેવાનિયત
13 વર્ષની કિશોરી પર 9 નરાધમોએ વારંવાર રેપ કર્યો, જેની-જેની પાસે મદદ માગી તેણે જ કરી હેવાનિયત
મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લામાં 13 વર્ષની કિશોરી પર 9 લોકોએ હેવાનિયત કરી. માંડ આરોપીઓની ચંગુલથી છૂટી કિશોરી પોતાના ઘરે પહોંચી, જે બાદ પરિજનો તેને લઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા. બાળકીએ જેની પાસે પણ મદદ માંગી, તેણે બાળકી પર હેવાનિયત કરી. કિશોરીની વાતો સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ. પોલીસે મામલામાં સાત આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે.

જાણકારી મુજબ 9મા ધોરણમાં ભણતી કિશોરીના પિતા જબલપુરમાં સરકારી નોકરી કરે છે. તે પિતા સાથે જ રહીને ત્યાં અભ્યાસ કરે છે. લૉકડાઉનમાં કિશોરી માતા પાસે ઉમરિયા આવી હતી. 11 જાન્યુઆરીએ બપોરે કિશોરી શાકભાજી માર્કેટમાં ગઈ હતી. પોલીસે જમાવ્યું કે મંડીમાં કિશોરીને રાહુલ કુશવાહા અને આકાશ સિંહ નામના બે યુવક મળ્યા, જેઓ તેને એક દુકાને લઈ ગયા અને ફોસલાવીને તેનો મોબાઈલ નંબર લઈ લીધો. જે બાદ કિશોરીને બાઈક પર ઘુમાવવાના બહાને તેને પોતાની સાથે લઈ ગયા.
રાહુલ કુશવાહા અને આકાશ સિંહ બાળકીને બાઈક પર બેસાડી ભરૌલા-છટનના જંગલમાં લઈ ગયા, જ્યાં ડરાવી-ધમકાવી કિશોરી પર રેપ કર્યો. જે બાદ નરાધમોએ બાળકીને હાઈવે કાંઠે આવેલા એક ઢાબા પર બંધક બનાવીને રાખી. અહીં આરોપી આકાશ અને રાહુલ સાથે ઢાબાનો સંચાલક પારસ સોની, તેના સાથી મોનૂ કેવટ, ઓંકાર રાય, ઈતેન્દ્ર સિંહ અને રજનીશ ચૌધરીએ તેની સાથે હેવાનિયત કરી. જે બાદ બંને આરોપી તેને છટન બસ્તીના જંગલમાં પણ લઈ ગયા, જ્યાં ફરી તેના પર રેપ કર્યો.
આ પણ વાંચો-
પોલીસ મુજબ રાહુલ કુશવાહા અને આકાશ સિંહ સહિત અન્ય આરોપીઓએ કિશોરીની આજીજી પર તેને 12 જાન્યુઆરીએ સવારે એક ટ્રકમાં બેસાડી દીધી. ટ્રક ડ્રાઈવર રોહિત યાદવે પણ કિશોરી પર રેપ કર્યો અને પછી તેને વિલાયત કલા-બડવારા પાસેના ટોલ નાકા પર ઉતારી દીધી. પછી કિશોરીએ ઉમરિયા આવવા માટે એક ટ્રક ડ્રાઈવર પાસે લિફ્ટ માંગી, પરંતુ આ વખતે પણ તેની સાથે હેવાનિયત જ કરવામા આવી. ટ્રક ડ્રાઈવરે કિશોરી પર રેપ કર્યો અને પછી તેને ઉમરિયા પાસે છોડીને ફરાર થઈ ગયો.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
