સિયાલદાહ-અજમેર એક્સપ્રેસના 15 ડબ્બા ખડી પડ્યા, 2 ના મોત

Subscribe to Oneindia News

યુપીના કાનપુરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે જ્યાં આજે સવારે સિયાલદાહ-અજમેર-એક્સપ્રેસના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.

sealdah

ઘાયલોની સંખ્યા વધવાની આશંકા

મળી રહેલી જાણકારી મુજબ આ દુર્ઘટના કાનપુર ગ્રામ્યના રુરા સ્ટેશન પર બની છે. કહેવામાં આવી રહ્યુ છે કે ટ્રેનના 13 કોચ પાટા પરથી ખડી પડ્યા જ્યારે 2 કોચ એક નહેરમાં પડી ગયા. પ્રારંભિક જાણકારી મુજબ આ દુર્ઘટનામાં 48 લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે પરંતુ ઘાયલોની સંખ્યા હજુ વધવાની આશંકા છે.

sealdah

રાહત અને બચાવ કાર્ય

રેસ્ક્યૂ ટીમો દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે. ઘાયલોમાં ટ્રેનના ગાર્ડ પણ સામેલ છે. દુર્ઘટનાને કારણે દિલ્હી-હાવડા રુટ બંધ થઇ ગયો છે. કાનપુર એસપીએ જણાવ્યુ કે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ડિવિઝન અધિકારીએ જણાવ્યુ કે સીનિયર ઓફિસર્સ દુર્ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. રેલવેના જણાવ્યા અનુસાર કુલ 15 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા જેમાં 13 સ્લીપર ક્લાસના છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યુ કે, 'દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. હું રેસ્ક્યૂ અને રાહત કાર્ય પર નજર રાખી રહ્યો છુ.'

sealdah

રેલવેએ જારી કર્યા હેલ્પલાઇન નંબર

કાનપુર રેલ દુર્ઘટનાને કારને રેલવેએ ઘણા હેલ્પલાઇન નંબર જારી કર્યા છે.

કાનપુર - 0512-2323015, 2323016, 2323018

ઇલાહાબાદ - 05322408149, 2408128, 2407353

ટૂંડલા - 05612-220338, 220339

અલીગઢ - 0571-2404056,2404055

English summary
14 coaches of Saeldah-Ajmer express derail near Kanpur. More details awaited.
Please Wait while comments are loading...