13 દેશમાં ફસાયેલા 14000 ભારતીયોને પરત લાવવા 64 ફ્લાઈટ ઉડાણ ભરશે

ભારત સરકારે હવે દેશના સૌથી મોટા એરલિફ્ટ ઓપરેશનનો પ્લાન તૈયાર કરી દીધો છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને પગલે મોટાભાગના દેશોમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ભારત સરકારે હવે દેશના સૌથી મોટા એરલિફ્ટ ઓપરેશનનો પ્લાન તૈયાર કરી દીધો છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે તબક્કાવાર આ ઓપરેશન ચલાવવામાં આવશે, જેનો પહેલો તબક્કો આ અઠવાડિયે જ શરૂ થઈ જશે.

air india

વિદેશ મંત્રાલય તરફથી 13 દેશમાં ફસાયેલા 14000 ભારતીયોને પાછા લાવવા માટે ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમને 64 ફ્લાઈટ દ્વારા પહેલા અઠવાડિયામાં ભારત લાવવામાં આવશે.

વિદેશ મંત્રાલયે ઉડ્ડયન મંત્રાલ સાથે શેર કરેલ પ્લાન મૂજબ 7 મેથી આ ઓપરેશન શરૂ થઈ જશે, જેમાં 13 વિવિધ દેશમાંથી 14800 જેટલા પ્રવાસીઓને ભારત લાવવામાં આવશે. ભારતથી ફિલિપાઈન્સ, સિંગાપોર, બાંગ્લાદેશ, યૂએઈ, યુકે, સાઉદી અરેબિયા, કતાર, સિંગાપોર, યૂએસએ, ઓમાન, બેહરેન અને કુવૈતમાં વિમાન ઉડાણ ભરશે. પહેલા દિવસે 10 ફ્લાઈટમાં 2300 ભારતીયોને દેશ પરત લાવવામામં આવશે.

પ્લાન મુજબ બીજા દિવસે 2050 જેટલા ભારતીયોને ચેન્નઈ, અમદાવાદ, કોચ્ચી, મુંબઈ પહોંચાડવામાં આવસે. આવી જ રીતે ત્રીજા દિવસે મિડલ ઈસ્ટ, યૂરોપ, સાઉથ ઈસ્ટ એશિયા અને અમેરિકાથી 2050 જેટલા ભારતીયોને મુંબઈ, કોચ્ચી, લખનઉ, દિલ્હી લાવવામાં આવશે.

ચોથા દિવસે અમેરિકા, યૂકે અને યૂએઈ સહિતના 8 દેશમાંથી કુલ 1850 જેટલા ભારતીયોને દેશ પરત લાવવામાં આવશે. પરંતુ ફ્લાઈટમાં બેસતા પહેલા વિદેશમાં ફસાયેલા દરેક ભારતીયોએ એક ફોર્મ ભરવું પડશે અને તેની કોપી હેલ્થ એન્ડ ઈમિગ્રેશન કાઉન્ટરે જમા કરાવવી પડશે. ઉપરાંત તેઓ તાવ, કફ, શરદી વગેરેથી પીડાય છે કે કેમ તે જણાવવું પડશે.

જાહેર કરાયેલ ગાઈડલાઈન મુજબ તેમને ફ્લાઈટમાં પ્રવેશ આપતા પહેલા તેમનું સ્ક્રીનિંગ કરવાાં આવશે. કોરોનાના લક્ષણ નહિ હોય તેવા નાગરિકોને મંજૂરી મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X