14 વર્ષની સગીરા સાથે ગેંગરેપ, દોસ્તો સાથે ગઈ હતી ફરવા
છત્તસગઢમાં 14 વર્ષની એક કિશોરી સાથે ચાર લોકોએ મળીને ગેંગરેપ કર્યો છે.
નવી દિલ્લીઃ છત્તીસગઢ પોલિસે સોમવારે (23 નવેમ્બર) જણાવ્યુ કે કબીરધામ જિલ્લાના કવર્ધા વિસ્તારમાં 14 વર્ષની એક કિશોરી સાથે ચાર લોકોએ મળીને ગેંગરેપ કર્યો છે. કિશોરી સાથે ગેંગરેપ એ વખતે થયો જ્યારે તે પોતાના દોસ્તો સાથે બહાર ફરવા ગઈ હતી. પોલિસે કહ્યુ છે કે કિશારી જેની સાથે બહાર ગઈ હતી તે તેનો પરિચિત હતો. ઘટના રવિવાર(22 નવેમ્બર)કવર્ધામાં આચાર્ય પંથ શ્રી ગ્રંથ મુનિ નામ સાહેબ ગવર્નમેન્ટ પીજી કૉલેજ પાસે બની.

પીડિતાએ ફરિયાદમાં શું કહ્યુ?
ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ કબીરધામના પોલિસ અધિકારી શલભ કુમાર સિન્હાએ જણાવ્યુ, 'સગીર બાળકીએ પોલિસ સ્ટેશનમાં 22 નવેમ્બરે ફરિયાદ નોંધાવી. તેણે પોતાની ફરિયાદમાં કહ્યુ કે જ્યારે તે તેના દોસ્ત સાથે ફરવા ગઈ હતી ત્યારે તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો.'
પીડિતાને શંકા, આરોપી આસપાસના વિસ્તારના
સગીર બાળકીના જણાવ્યા મુજબ, આરોપી આસપાસના વિસ્તારના છે. પોલિસે પીડિતાના નિવેદન પર કેસ નોંધી લીધો છે અને તપાસ ચાલુ છે. આ દરમિયાન પોલિસે બધા શંકાસ્પદોની ઓળખ પરેડ કરાવી પરંતુ પીડિતાએ સોમવાર(23 નવેમ્બર) સાંજ સુધી કોઈની ઓળખ કરી નથી. જો કે પોલિસે પૂછપરછ માટે અમુક લોકને કસ્ટડીમાં લીધા છે પરંતુ કોઈની ધરપકડ થઈ નથી.
વિપક્ષ નેતા સંતોષ પાંડેએ ઘટનાને નિંદનીય અને શરમજનક ગણાવી છે. ભાજપ નેતાએ કહ્યુ છે કે આરોપી હજુ પણ મુક્ત ફરી રહ્યા છે. છત્તીસગઢમાં ગુના વધી રહ્યા છે. સરકાર દોષી છે. અમે માંગ કરી રહ્યા છે કે આરોપીની વહેલી તકે ધરપકડ કરવામાં આવે.












Click it and Unblock the Notifications
