નીલમ તોફાનઃ 15 ખલાસીઓને બચાવાયા, છ લાપતા

પીટીઆઇને આપેલી માહિતી અનુસાર નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા ખોવાયેલા છ લોકોની શોધખોળ ચલાવાય રહી છે. દક્ષિણ ચેન્નાઇમાં એલ્લિઓટ બીચ પાસે 'પ્રતિભા કાવેરી' નામનું જહાજ 37 ક્રુ મેમ્બર સાથે હતું ત્યારે તે 'નીલમ' ચક્રવાતમાં ફસાયું હતું.
લાઇફ બોટ તેમને લઇ જઇ રહી હતી ત્યારે એક વ્યક્તિ પાણીમાં પડી ગયો હતો જ્યારે અન્ય 15ને નેવી અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. આ જહાજ મુંબઇની પ્રતિભા શિપિંગ કંપનીનું છે. તમિલનાડુમાં નિલમે બે લોકોનો ભોગ લીધો હોવાના અહેવાલ છે.












Click it and Unblock the Notifications
