56 દિવસ બાદ રાહુલ ગાંધી બેંગકોકથી ભારત પરત આવ્યા

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલ ગાંધીએ દેખા દીધા

રાહુલ ગાંધીએ દેખા દીધા

રાહુલ ગાંધીની ગેરહાજરી અંગે થયેલા તમામ સસ્પેન્સનો આવ્યો અંત.56 દિવસ બાદ ક્રોંગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધી બેંગકોકથી ભારત પરત આવ્યા છે. આજે સવારે રાહુલ પરત ફરતા પાર્ટી વર્કરોએ તેમના ધરે આગળ ફટાકડા ફોડી હરખ કર્યો હતો.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરના ચારમિનારમાં લહેરાયો પાકિસ્તાનનો ઝંડો. પાકિસ્તાન જિંદાબાદના નારા સાથે શ્રીનગરમાં નીકળી વિશાળ રેલી. હુરિયત કોન્ફર્ન્સના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાની નીકાળી કાશ્મીરમાં વિશાળ રેલી.

શ્રીનગર

શ્રીનગર

મોર્ડરેટ ફંકશન ઓફ હુર્રિયત કોન્ફેરન્સ યુનાઇટેડ ઉલેમાના ચેરમેન મિરવાઝ ઉમર ફાઉક અને અન્ય ઉલેમાઓ બુધવારે એક પ્રેસ કોન્ફર્ન્સ યોજી કાશ્મીરી પંડિતોને વેલીમાં પાછા ફરવાનું નિમંત્રણ આપ્યું.

ફૈઝાબાદ

ફૈઝાબાદ

ફૈઝાબાદના ખેડૂતોએ પાકના વળતર માટે ખરાબ પાકને બતાવી સરકાર પાસેની વળતરની માંગ કરી.

પટના

પટના

ભાજપના પીઠ નેતા ભૂપેન્દ્ર નારાયણ સિંધનું નિધન થતા વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદી અને ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહ તેમના ઘરે જઇને તેમને શ્રદ્ધાજંલિ અર્પી હતી.

ચેન્નઇ

ચેન્નઇ

ચેન્નઇમાં ભારે વરસાદના કારણે ચેન્નઇ એરપોર્ટ પાસેના જીએસટી રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો.

ચેન્નઇ

ચેન્નઇ

ચેન્નઇ એરપોર્ટ પાસે એક બસ દુર્ધટના થઇ. જ્યાં એક બસ રોડ ઓળગી મેટ્રો ટ્રેનનું જ્યાં કામ થઇ રહ્યું હતું ત્યાં સુધી આવી ગઇ.

ભુવનેશ્વર

ભુવનેશ્વર

દલિત આદિવાસી મહિલાઓએ બુધવારે નિકાળી વિશાળ રેલી. પાણી અને રહેઠાણની માંગણીઓ સાથે આ મહિલાઓએ કર્યું વિરોધ પ્રદર્શન.

નવી દિલ્હી

નવી દિલ્હી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર સામે ધરણા પર બેઠા ગેસ્ટ શિક્ષકો.

પુલવા

પુલવા

પુલવામા જિલ્લાના ત્રાલ શહેરમાં સેના દ્વારા એક નાગરિકની હત્યા કરાયા આ વિસ્તારની સ્થિતી વણસતા, બુધવારે ત્યાં કર્ફ્યૂ લગાવામાં આવ્યો હતો.

મુંબઇ

મુંબઇ

મુંબઇના વેક્સ મ્યુઝિયમમાં પ્રસિદ્ધ ગાયિકા આશા બોસલેનું વેક્સનું સ્ટેચ્યુ મૂકાતા, આશા ભોસલે આ પૂતળાનું અનાવરણ કરવા આવી હતી. ત્યારે તે પોતાના પૂતળોને જોઇને કંઇક આ રીતે પ્રતિક્રિયા આપી હતી.

ગુડગાંવ

ગુડગાંવ

વરિષ્ઠ બીજેપી નેતા અનિલ યાદવ પર ફાયરીંગ કરવાના મામલે ગુડગાંવ પોલિસે બે લોકોની ધરપકડ કરી.

શિમલા

શિમલા

68માં હિમાચલ દિવસ નિમિત્તે શિમલામાં શાળાના બાળકો પરફોમર્ન્સ આપી રહ્યા છે.

અજમેર

અજમેર

સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તીના ઉર્સ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અજમેરમાં બાબાના દર્શને ઉમટ્યાં.

જમ્મુ

જમ્મુ

શિવસેના અને ડોગરા મોર્ચાના કાર્યકર્તાઓએ સેપ્રેટિસ્ટ નેતા મસરત આલમના પોસ્ટર અને પાકિસ્તાન ધ્વજને બાળીને વિરોધ પ્રદર્શન કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X