16 August Covid Update : કોરોના કેસમાં મોટો ઘટાડો, 15 હજારથી વધુ દર્દીઓ થયા સ્વસ્થ, 29 લોકોના મોત
દેશમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના કેસમાં જોરદાર ઘટાડો થયો છે, જે મોટા રાહતના સમાચાર છે.
16 August Covid Update : દેશમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના કેસમાં જોરદાર ઘટાડો થયો છે, જે મોટા રાહતના સમાચાર છે. મંગળવારના રોજ (16 ઓગસ્ટ) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,813 નવા કેસ નોંધાયા છે, જે સોમવારની સરખામણીમાં 6,104 ઓછા છે. આવા સમયે, 29 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલના આંકડામાં 14,917 કેસ નોંધાયા હતા અને 32 દર્દીઓના મોત થયા હતા. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,11,252 થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીએ 6,256 ઓછી છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,27,098 લોકોના મોત થયા છે.

દિલ્હીમાં કોરોનાના 1227 કેસ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1227 કેસ નોંધાયા છે અને આઠ લોકોના મોત થયા છે. રાજધાનીમાં હવે કોરોનાના કુલ 7,519 સક્રિય કેસ છે. દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન મુજબ હાલમાં કોરોના સંક્રમણનો દર વધીને 14.57 ટકા થઈ ગયો છે. 2130 લોકો સાજા પણથયા છે.

મુંબઈમાં કોરોનાના 584 નવા કેસ
સોમવારના રોજ મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં કોરોનાવાયરસના 584 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ કેસો એસિમ્પટમેટિક છે.
આ દરમિયાન 407 લોકો કોરોના રોગચાળામાંથી સાજા પણ થયા છે. નવા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ પરીક્ષણોનીકુલ સંખ્યા 7,258 વધીને 1,79,57,445 થઈ ગઈ છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 290 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 635 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 2 કોવિડ સંબંધિતમૃત્યુ નોંધાયા છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3719 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,993 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,51,031 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા3719 થઇ છે. જેમાંથી 19 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 12,00,10,105 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.84 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 58,975 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ 12,00,10,105 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
