7 વર્ષ બાદ ક્યાં છે નિર્ભયાનો સગીર આરોપી, જેણે કરી હતી સૌથી વધુ હેવાનિયત

નિર્ભયા સાથે સૌથી વધુ હેવાનિયત કરનાર સગીર આરોપી 3 વર્ષની સજા ભોગવીને આઝાદ થઈ ચૂક્યો છે.

તેલંગાનાના હૈદરાબાદમાં 26 વર્ષની વેટનરી ડૉક્ટર સાથે હેવાનિયત કરનાર ચારે આરોપીઓને પોલિસે એનકાઉન્ટરમાં મારી દીધા. 10 દિવસની અંદર હૈદરાબાદ રેપ અને મર્ડર કેસમાં પોલિસે આરોપીઓને મોત આપી દીધી જેના માટે દેશમાં ઉત્સાહ છે. સંસદથી લઈને સડક સુધી મહિલાઓએ પીડિતાના પરિવાર અને લોકોએ તેલંગાના પોલિસના આ એનકાઉન્ટરને યોગ્ય ગણાવ્યુ છે અને ખુશી વ્યક્ત કરી છે. જે રીતે ચારે આરોપીઓએ ડૉક્ટર સાથે હેવાનિયત કરી રહતી તેના માટે દેશ ગુસ્સાસમાં હતો. આ એનકાઉન્ટર બાદ તેલંગાના પોલિસની જય જયકાર થઈ રહીછએ. હૈદરપબાદાની પીડિતાને તો 10 દિવસમાં ન્યાય મળી ગયો પરંતુ 7 વર્ષથી ન્યાય માટે ભટકી રહેલ દિલ્લીની નિર્ભયાનો પરિવાર હજુ સુધી આના માટે રાહ જોઈ રહ્યો છે. હૈદરાબાદ એનકાઉન્ટર બાદ નિર્ભયાના પરિવારે ખુશી વ્યક્ત કરતા કહ્યુ કે તે તેલંગાના પોલિસની કાર્યવાહીથી ખુશ છે. વળી, તેમણે કહ્યુ કે તેમની દીકરીને હજુ સુધી ન્યાય મળ્યો નથી. 7 વર્ષ વીતી ગયા બાદ પણ નિર્ભયાના આરોપીને ફાંસીની સજા નથી. વળી, નિર્ભયા સાથે સૌથી વધુ હેવાનિયત કરનાર સગીર આરોપી 3 વર્ષની સજા ભોગવીને આઝાદ થઈ ચૂક્યો છે.

નિર્ભયાનો સગીર આરોપી

નિર્ભયાનો સગીર આરોપી

નિર્ભયાનો સગીર આરોપી સુધાર ગૃહમાં 3 વર્ષની સજા ભોગવીને બહાર નીકળી ચૂક્યો છે. આ કેસમાં દોષી સગીર હવે 24 વર્ષનો થઈ ગયો છે અને આઝાદ છે. ડિસેમ્બર 2016માં તેને મુક્ત કરી દેવામાં આવ્યો. બાળ સુધારગૃહમાંથી આઝાદ થયા બાદ નિર્ભયાનો સગીરઆરોપી દક્ષિણ ભારતમાં ક્યાંક કુકનુ કામ કરી રહ્યો છે. એક એનજીઓના અધિકારીઓ જણાવ્યુ કે તે એક નવા રૂપમાં આવી ચૂક્યો છે અને તેણે પોતાનુ નામ પણ બદલી દીધુ છે.

કુકનુ કરી રહ્યો છે કામ

કુકનુ કરી રહ્યો છે કામ

બાળ સુધારગૃહમાં જ તેણે જમવાનુ બનાવવાનુ કામ શીખ્યુ હતુ. એનજીઓએ તેની સજા ખતમ થયા બાદ તેને દિલ્લીથી દૂર મોકલ્યો જેથી લોકોને તેની ખબર ના પડી શકે. જ્યાં તે કુકનુ કામ કરી રહ્યો છે તેના માલિકને પણ તેનુ અસલી નામ ખબરલનથી. એ લોકો તેની પાછલી જિંદગી વિશે નથી જાણતા. એનજીઓના અધિકારીઓ જણાવ્યુ કે દક્ષિણ ભારતમાં કામ કરી રહેલા સગીર આરોપીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે જેથી તેને કોઈ ઓળખી ના શકે અને લોકોની નજરથી તે બચી શકે.

છૂટ્યા બાદ બદલી દીધુ નામ

છૂટ્યા બાદ બદલી દીધુ નામ

નિર્ભયાકાંડમાં એકલો એ જ છે જેને કોઈએ જોયો નથી. સમાચાર અનુસાર નિર્ભયા સાથે સૌથી વધુ ક્રૂરતા આ સગીરે જ કરી હતી. 16 ડિસેમ્બર 2012ની રાતે નિર્ભયા સાથે હેવાનિયત કરતા પહેલા તે નિર્ભયાકાંડના મુખ્ય આરોપી રામ સિંહ સાથે રહેતો હતો. રામસિંહે જ તેને બસની સફાઈના કામ પર રાખી લીધો. નિર્ભયા ગેંગરેપમાં તેણે સૌથી વધુ હેવાનિયત કરી. સમાચારોન માનીએ તો જ ગેંગરેપનો સૂત્રધાર હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X