For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

16 કારણો જેના લીધે કેજરીવાલને જવું પડ્યું તિહાર જેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 મેઃ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટ સમક્ષ જામીન મુચલકો નહીં ભરવા બદલ બે દિવસ માટે જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ભાજપના નેતા નીતિન ગડકરી દ્વારા માનહાનિનો દાવો કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી 21 મેના રોજ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે તેમને જામીન મુચલકો ભરવા કહ્યું હતું પરંતુ કેજરીવાલે જામીન મુચલકો ભરવાની ના પાડી દીધી હતી અને જેલ જવાનું પસંદ હોવાનું કહ્યું હતું.

આ બધાની વચ્ચે એ વાત બધા જાણવા ઉત્સુક છેકે ગડકરી દ્વારા કરવામાં આવેલા માનહાનિના કેસ સબબ અરવિંદ કેજરીવાલને 21 મેના રોજ જેલમાં સામે માટે મોકલવામાં આવ્યા હતા. તો તમારી આ ઉત્સુકતાને શાંત કરવા માટે અમે અહી આ કેસ સાથે જોડાયેલા 16 કારણો રજૂ કરી રહ્યાં છીએ, જેમાં આ આખી ઘટનાનો ચિતાર આપવામાં આવ્યો છે. આ 16 કારણોને જાણવા માટે નીચે આપેલી તસવીરો પર ક્લિક કરો.

સૌથી ભ્રષ્ટ રાજકારણીઓ

સૌથી ભ્રષ્ટ રાજકારણીઓ

ભ્રષ્ટ નેતાઓ સામેની લડાઇમાં કેજરીવાલે દેશના સૌથી ભ્રષ્ટ રાજનેતાઓના નામની યાદી જાહેર કરી હતી. 31મી જાન્યુઆરી 2014ના રોજ જારી કરેલી આ યાદીમાં સુરેશ કલમાડી, નીતિન ગડકરી, સુશિલકુમાર શિંદે, બીએસ યેદુરપ્પા, કપિલ સિબ્બલ, મુલાયમ સિંહ યાદવ, કમલ નાથ, વીરપ્પા મોઇલી, અનંથ કુમાર, અનુરાગ ઠાકુર, શરદ પવાર, પ્રફુલ પટેલ, પી ચિદમબરમ, અલગારી, કનિમોઝી, એ રાઝા, તરુણ ગોગોઇ, માયાવતી, નવીન જિંદાલના નામ સામેલ છે.

ભ્રષ્ટ નેતાઓને દૂર કરવાની શપથ

ભ્રષ્ટ નેતાઓને દૂર કરવાની શપથ

આપ કન્વેનર કે જેમણે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિજય હાંસલ કર્યો હતો અને બાદમાં 49 દિવસમાં રાજીનામું આપી દીધું હતું. તેમણે 14 ફેબ્રુઆરીએ તમામ ભ્રષ્ટ નેતાઓને દૂર કરી દેવાના શપથ લીધા હતા.

કેજરીવાલને ગડકરીની નોટીસ

કેજરીવાલને ગડકરીની નોટીસ

1 ફેબ્રુઆરીએ ગડકરીએ કેજરીવાલને એક લીગલ નોટીસ ફટકારી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે આપ નેતાએ મારા વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે તે ખોટી છે. ગડકરીએ આરોપ મુક્યો હતો કે કેજરીવાલ ભાજપના નેતાઓની છબી ખરાબ કરવા માગે છે.

ગડકરીએ કેજરીવાલને માફી માગવા કહ્યું હતું

ગડકરીએ કેજરીવાલને માફી માગવા કહ્યું હતું

એટલું જ નહીં પરંતુ ત્રણ દિવસની અંદર ગડકરીએ કેજરીવાલ માફી માગે તેવું કહ્યું હતું. તેમજ જો ત્રણ દિવસની અંદર કેજરીવાલ માફી નહીં માગે તો તેમને અદાલતમાં ઢસેડવામાં આવશે તેમ ભાજપ નેતાએ કહ્યું હતું.

કેજરીવાલ વિરુદ્ધ માનહાનિનો દાવો

કેજરીવાલ વિરુદ્ધ માનહાનિનો દાવો

ગડકરીએ 8 ફેબ્રુઆરીએ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હીની કોર્ટમાં માનહાનિનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે કેજરીવાલ તેમને ભ્રષ્ટ કહીને તેમની છબીને ખરડાવવા માગે છે. આ ફરિયાદ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ ગોમતી માનોચા સમક્ષ દાખલ કરવામાં આવી હતી.

કેજરીવાલ વિરુદ્ધ ગડકરીની ફરિયાદ

કેજરીવાલ વિરુદ્ધ ગડકરીની ફરિયાદ

ગડકરીએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, દેશના સૌથી ભ્રષ્ટ લોકોની યાદીમાં તેમનુ(ગડકરી) નામ જાણી જોઇને કેજરીવાલે ઉમેર્યું છે, જે બેજવાબદાર વર્તણૂક છે. તેઓ કોઇ ભ્રષ્ટ પ્રવૃત્તિ અથવા ખોટા કાર્યોમાં સામેલ નહીં હોવા છતાં પણ કેજરીવાલ તેમની છબીને ઇરાદાપૂર્વક ખરડાવી રહ્યાં છે.

કેજરીવાલ વિરુદ્ધ પગલાં ભરવા કોર્ટેને અપીલ

કેજરીવાલ વિરુદ્ધ પગલાં ભરવા કોર્ટેને અપીલ

ગડકરીએ કોર્ટને અપીલ કરી હતી કે કેજરીવાલ વિરુદ્દ પગલાં ભરવામાં આવે અને તેમની છબીને ખરડાવવા બદલ કાર્યવાહી કરવામાં આવે.

કેજરીવાલને સમન્સ

કેજરીવાલને સમન્સ

માનહાનિની ફરિયાદ બદલ 28 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યો હતો.

21 મેના રોજ કેજરીવાલ કોર્ટમાં હાજર

21 મેના રોજ કેજરીવાલ કોર્ટમાં હાજર

કેજરીવાલ 21મી મેના રોજ પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ હાજર થયા હતાં. કોર્ટે તેમને પૂછ્યું હતું કે આપના લીડર કેટલીક ખાસ વર્તનની અપેક્ષા રાખે છે.

કેજરીવાલે જામીન મુચલકો આપવાની ના કહી

કેજરીવાલે જામીન મુચલકો આપવાની ના કહી

સમન્સ મળ્યા બાદ કેજરીવાલ કોર્ટમાં હાજર થયા હતા. મોટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ ગોમતી માનોચાને કહ્યું કે, કોર્ટ સમક્ષ હાજર થવા કેજરીવાલ તૈયાર હતા પરંતુ કોર્ટમાં તેમણે જામીન માટેના બોન્ડ ભરવાની ના પાડી દીધી હતી.

સુનાવણી દરમિયાન આ વાતની નોંધ મેજીસ્ટ્રેટે લીધી

સુનાવણી દરમિયાન આ વાતની નોંધ મેજીસ્ટ્રેટે લીધી

સુનાવણી દરમિયાન મેજીસ્ટ્રેટે નોંધ્યુ હતુ કે, ''હું આ સાથે સંપૂર્ણ સહમત છું પરંતુ કેજરીવાલ શા માટે બોન્ડ લેવા તૈયાર નથી. તેમની સમસ્યા શું છે. આ એક પ્રક્રિયા છે અને શા માટે અમે આ કેસમાં અલગ પ્રક્રિયા કરીએ. હું સંમતુ છુ કે તેઓ કોર્ટમાં હાજર થયા હતા પરંતુ નિયમ પ્રમાણે, તેમને જામીન માટે રૂ. 10 હજાર ભરવાના હોય છે. તમે શા માટે કોઈ અલગ નિયમની અપેક્ષા રાખી શકો?''

મે કોઇ ઘોર અપરાધ કર્યો નથી

મે કોઇ ઘોર અપરાધ કર્યો નથી

કેજરીવાલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમણે કોઇ ઘોર અપરાધ કર્યો નથી અને તેમણે કહ્યું કે તેઓ કોઇ ખાસ વર્તનની અપેક્ષા રાખતા નથી.

આ મારો સિદ્ધાંત છે

આ મારો સિદ્ધાંત છે

કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે, આ મારો સિદ્ધાંત છેકે જ્યારે મે કંઇ જ ખોટું કર્યું નથી, ત્યારે મારે જામીની જરૂર નથી. હું જેલમાં જવા તૈયાર છું.

આ કેસ રાજકીય છે

આ કેસ રાજકીય છે

વકીલ પ્રશાંત ભુષણ અને રાહુલ મહેરા કે જેઓ અરવિંદ કેજરીવાલ માટે કોર્ટમાં આવ્યા હતા, તેમણે કહ્યું કે, આ કેસ રાજકીય છે અને આમ આદમી પાર્ટીના સિદ્ધાંતો અનુસાર અમે જામીન મુચલકો નહીં આપીએ. ભુષણે દલીલ કરી હતી કે કેજરીવાલ દ્વારા પુરાવાઓ સાથે છેડછાડ અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાઓ નથી અને જે દાખલ કરવામાં આવ્યા હતા તે સાચા છે.

કાયદો કોઇના માટે બદલાઇ શકે નહીં

કાયદો કોઇના માટે બદલાઇ શકે નહીં

ગડકરીના સીનિયર વકીલ પીંકી આનંદે ડિફેન્સ વકીલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે કાયદામાં એવો કોઈ નિયમ નથી અને કાયદો કોઈના પણ માટે બદલાઈ શકે તેમ નથી.

આખરે કેજરીવાલને જેલ

આખરે કેજરીવાલને જેલ

આખરે કોર્ટે કેજરીવાલને બે દિવસ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો અને તેમને 23 મેના રોજ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. તેમને તિહાર સેન્ટ્રલ જેલના કેદી નંબર 4માં રાખવામાં આવ્યા છે.

English summary
Rubbing salt on their wounds, Patiala House Court on Wednesday, May 21 sent Aam Aadmi Party (AAP) leader and former Delhi Chief Minister Arvind Kejriwal to Tihar Jail till May 23.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X