ઓમિક્રોનને લઈને 16 હજાર યાત્રીઓના ટેસ્ટ કરાયા, 18 પોઝિટિવ!

કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સમગ્ર વિશ્વ ટેન્શનમાં છે. ભારતમાં પણ ગુરુવારે બે કેસ મળી આવ્યા હતા. જે બાદ શુક્રવારે સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

નવી દિલ્હી, 3 ડિસેમ્બર : કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સમગ્ર વિશ્વ ટેન્શનમાં છે. ભારતમાં પણ ગુરુવારે બે કેસ મળી આવ્યા હતા. જે બાદ શુક્રવારે સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, જોખમ ધરાવતા દેશોમાંથી આવતા 16 હજાર મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 18 સેમ્પલ પોઝીટીવ આવ્યા હતા. હવે સેમ્પલની જીનોમ સિક્વન્સીંગ કરવામાં આવી રહી છે, જેથી તેમા ઓમિક્રોન વેરિઅન્ટ શોધી શકાય.

mansukh mandaviya

લોકસભામાં કોરોના પર પ્રતિક્રિયા આપતા આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારે દેશને ભવિષ્યના કોઈપણ પડકાર માટે તૈયાર કરવા માટે પગલાં લીધાં છે. તમામ રાજ્યોમાં રોગચાળાનો સામનો કરવા માટે પૂરતી દવાઓ છે તેની ખાતરી કરવા માટે બફર સ્ટોક પોલિસી પણ અપનાવી છે. આ સિવાય બાળકો માટે રસી અને પુખ્ત વયના લોકો માટે બૂસ્ટર ડોઝનો નિર્ણય વૈજ્ઞાનિકોની સલાહ પર લેવામાં આવશે. તેમણે વિરોધ પક્ષોને વૈજ્ઞાનિકોમાં વિશ્વાસ રાખવાની અપીલ કરી હતી.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દેશમાં કોરોનાના 3.46 કરોડ કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 4.6 લાખ દર્દીઓના મોત થયા છે. વધુમાં ભારતમાં પ્રતિ મિલિયન વસ્તીએ 25,000 કેસ અને 340 મૃત્યુ નોંધાયા છે, જે વિશ્વમાં સૌથી ઓછા છે. તેમણે કહ્યું કે મોદી સરકાર નબળા સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવા માટે કામ કરી રહી છે. પાછલી સરકારોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અવગણના કરી, જેના પરિણામ પ્રજાને ભોગવવા પડ્યા. છેલ્લા 2 વર્ષમાં પીએમ મોદીના નેતૃત્વમાં લેવાયેલા નિર્ણયો દર્શાવે છે કે આ સરકાર ઇચ્છાશક્તિ સાથે કામ કરે છે.

બીજી તરફ કેન્દ્ર દ્વારા તમામ રાજ્યો પાસેથી ઓક્સિજનના અભાવે મૃત્યુના આંકડા માંગવામાં આવ્યા હતા. જેનો 19 રાજ્યોએ જવાબ આપ્યો. સ્વાસ્થ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યું કે માત્ર પંજાબમાં જ ઓક્સિજનના અભાવે 4 લોકોના મોત થયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X