160 વર્ષ જૂની ટેલિગ્રામ સેવા કાયમ માટે બંધ થઇ

એક સમયે જે ઝડપી અને તાકીદના સંદેશવ્યવહાર તરીકે ખૂબ ઉપયોગી એવી ટેલિગ્રામ (તાર) સેવાએ દેશભરમાં લોકોને ઘણા સુખદ અને દુ:ખદ સમાચારો તાત્કાલિક ધોરણે પહોંચાડ્યા છે. પરંતુ, મોડર્ન ટેક્નોલોજીની શોધ અને અમલ સાથે તેમજ સંદેશવ્યવહારના નવા સાધનો આવતાં ટેલિગ્રામ સેવાનો ઉપયોગ ક્રમશ: ઘટતો ગયો છે.
ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) કોર્પોરેટ ઓફિસ, નવી દિલ્હીના સિનીયર જનરલ મેનેજર (ટેલિગ્રાફ સેવા) શમીમ અખ્તરે બહાર પાડેલા એક સર્ક્યૂલરમાં જણાવાયું છે કે ટેલિગ્રાફ સેવા આવતી 15 જુલાઈથી બંધ થશે. આ સર્ક્યૂલર તમામ જિલ્લા ટેલિકોમ કાર્યાલયોમાં મોકલવામાં આવ્યો છે. હવેથી બીએસએનએલના મેનેજમેન્ટ હેઠળ આવતી તમામ ટેલિગ્રાફ ઓફિસોમાં 15 જુલાઈથી ટેલિગ્રામનું બુકિંગ બંધ થઈ જશે.












Click it and Unblock the Notifications
