For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર સીટ શેરિંગઃ લોજપા નેતા રામવિલાસ પાસવાનને રાજ્યસભા મોકલશે ભાજપ

છેવટે બિહારમાં એનડીએની લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી થઈ ગઈ છે. રામવિલાસ પાસવાનને એનડીએ તરફથી રાજ્યસભા મોકલવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

છેવટે બિહારમાં એનડીએની લોકસભા ચૂંટણી માટે સીટોની વહેંચણી થઈ ગઈ છે. જે મુજબ ભાજપ અને જદયુ 17-17 સીટો પર લોકસભા ચૂંટણી લડશે. વળી, રામવિલાસ પાસવાનાની પાર્ટી એલજેપી 6 સીટો પર પોતાના ઉમેદવાર ઉભા કરશે. બિહારમાંથી જ રામવિલાસ પાસવાનને એનડીએ તરફથી રાજ્યસભા મોકલવામાં આવશે. ત્યારબાદ લોજપોના વિરોધી સૂર હવે શાંત થઈ જશે. રવિવારે આ વિશેનું એલાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યુ.

ramvilas paswan

આ વાતોની ઘોષણા અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી જેમાં તેમણે કહ્યુ કે એનડી 2014થી વધુ સીટો જીતશે. સીટો પર ઉમેદવારનું નામ પણ મળીને નક્કી કરશે. એ પણ જલ્દી નક્કી કરી લેવામાં આવશે કે કોણ ક્યાંથી લડશે. રાજ્યસભા મોકલવાના નિર્ણય પર રામ વિલાસ પાસવાને કહ્યુ કે સીટોની વહેંચણી સમ્માનજનક રીતે થઈ છે. પુત્ર ચિરાગે સીટ વહેંચણી પર કામ કર્યુ હતુ. હું શરૂઆતથી જ એનડીએ સાથે છુ અને મને પૂરો ભરોસો છે કે બિહારમાં ગઠબંધન વધુમાં વધુ સીટો જીતશે. સીટની વહેંચણી અંગે એનડીએમાં તનાતની ચાલી રહી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સીટ વહેંચણી અંગે એનડીએમાં તનાતની ચાલી રહી હતી. ચિરાગ પાસવાન પણ સતત મોદી સરકારના અમુક નિર્ણયોની ટીકા કરી રહ્યા હતા અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રશંસા કરી રહ્યા હતા. આ પહેલા જ ઉપેન્દ્ર કુશવાહા ગઠબંધન તોડીને યુપીએમાં શામેલ થઈ ચૂક્યા છે. એવામાં કોઈ શંકા નહોતી કે ભાજપ પર ઘણુ દબાણ હતુ. હાલમાં સીટોની વહેંચણી કરીને ભાજપે પોતાના સહયોગી દળોને સંતુષ્ટ કરવાની પૂરી કોશિશ કરી છે.

આ પણ વાંચોઃ રામાયણના અન્ય પાત્રો પણ પોતાનુ જાતિ પ્રમાણપત્ર તૈયાર રાખેઃ શિવસેનાનો કટાક્ષઆ પણ વાંચોઃ રામાયણના અન્ય પાત્રો પણ પોતાનુ જાતિ પ્રમાણપત્ર તૈયાર રાખેઃ શિવસેનાનો કટાક્ષ

English summary
The LJP is also likely to get one seat in either Uttar Pradesh or Jharkhand and a Rajya Sabha berth, which is likely to be taken by Paswan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X