Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

17 August Covid Update : કોરોના સંક્રમણમાં ફરીથી વધારો, સક્રિય કેસ એક લાખની પાર

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી વધવા લાગી છે. બુધવારના રોજ (17 ઓગસ્ટ) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,062 નવા કેસ નોંધાયા છે, જે મંગળવારની સરખામણીએ 249 વધુ છે.

17 August Covid Update : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી વધવા લાગી છે. બુધવારના રોજ (17 ઓગસ્ટ) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,062 નવા કેસ નોંધાયા છે, જે મંગળવારની સરખામણીએ 249 વધુ છે. આવા સમયે, 36 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મંગળવારના આંકડામાં 8,813 કેસ નોંધાયા હતા અને 29 દર્દીઓના મોત થયા હતા. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,05,058 થઈ ગઈ છે, જે મંગળવાર કરતા 6,194 ઓછી છે. કોરોના રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,27,134 લોકોના મોત થયા છે.

દિલ્હીની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો

દિલ્હીની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો

દિલ્હીની હોસ્પિટલોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે, હોસ્પિટલમાં દાખલદર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ટ્વિટ કરીને લોકોને ચેતવણી આપી છે કે, તેઓ એવું ન વિચારે કેકોરોના મહામારી હવે સમાપ્ત થઈ ગઇ છે. હું બધાને અપીલ કરું છું કે, તેઓ કોવિડ સાવચેતીની માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 917 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે. દિલ્હીમાંસંક્રમણ દર 19.20 ટકા નોંધાયો છે.

મહારાષ્ટ્રમાં 836 નવા કેસ અને મુંબઈમાં 332 નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં 836 નવા કેસ અને મુંબઈમાં 332 નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 836 નવા કેસ નોંધાયા છે. કોરોના રોગચાળાની શરૂઆતથી, રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલસંખ્યા વધીને 80,74,365 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 1,48,174 થઈ ગયો છે.

બીજી તરફ મુંબઈની વાત કરીએ તો અહીંછેલ્લા 24 કલાકમાં કોરોનાના 332 કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 425 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 663 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 1 કોવિડ સંબંધિતમૃત્યુ નોંધાયું છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3480 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3480 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,994 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,51,694 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા3480 થઇ છે. જેમાંથી 20 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 12,00,82,411 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 12,00,82,411 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.86 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 72,306 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.

રાજ્યમાં કુલ 12,00,82,411 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X